Latest

Friday, May 24, 2019

દરરોજ 6 કિમી ચાલીને આ યુવકે ઉતાર્યું 47 કિગ્રા વજન

10 મહિનામાં 47 કિલોગ્રામ વજન ઉતાર્યું

રિષભ ધુસ્સા નામના આ 26 વર્ષીય યુવકે 10 મહિનામાં 47 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. આ યુવકની હાઈટ 5 ફૂટ 7 ઈંચ છે અને જ્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે તેનું વજન 123 કિલોગ્રામ હતું. જાણો આ યુવકની વજન ઉતારવાની પ્રક્રિયા વિશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જાણો આ યુવકનો ડાયટપ્લાન

જ્યારે આ યુવકે વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે બ્રેકફાસ્ટ દરમિયાન તે થોડાં ફળ, પૌંઆ, સ્પ્રાઉટ્સ ખાતો હતો અને સાથે ચા પીતો હતો. જ્યારે બપોરે લંચ દરમિયાન ચીઝ ક્યૂબ્સ, ઈંડા સલાડ, રાજમાની સાથે એક કપ ગ્રીન ટી પીતો હતો. જ્યારે ડિનર દરમિયાન એક કપ સૂપ પીતો હતો અથવા બાફેલા શાકભાજી ખાતો હતો. ક્યારેક-ક્યારેક સાઉથ ઈન્ડિયન અથવા તો ચાઈનીઝ ફૂડ ખાતો હતો.

દરરોજ 6 કિલોમીટર ચાલતો હતો

વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન આ યુવક દરરોજ 6 કિલોમીટર ચાલતો હતો. તે ચાલવા જાય તે પહેલા 1 કપ બ્લેક કોફી, 5 બદામ અને એક કિવિ અથવા સ્ટ્રોબેરી ખાતો હતો. જ્યારે ચાલીને ઘરે આવ્યા બાદ બાફેલા શાકભાજી અથવા ચીઝ ક્યૂબ્સ ખાતો હતો. આ સિવાય તે ફ્રૂટ જ્યૂસ પીતો હતો અને સલાડ પણ ખાતો હતો.

હું ખાવાનો ખૂબ જ શોખીન છું

વજન ઉતારવાની જર્ની વિશેની વાત કરતા આ યુવક જણાવે છે કે હું ખાવાનો ખૂબ જ શોખીન છું માટે વજન ઉતારવું મારા માટે એક પડકાર હતો. હું એક્ટર કાર્તિક આર્યનનો ફેન છું અને હું પણ ભવિષ્યમાં તેના જેવું બોડી બનાવવા માગું છું. વજન ઉતારવા માટે સૌથી પહેલા તમારા રોજિંદા ભોજનમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2weQOhP

No comments:

Post a Comment

Pages