કામ પ્રત્યે ગજબ નિષ્ઠાઃ

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા પોતાના કામ પ્રત્યેની નિષ્ઠાને લઈને વખણાય છે. તેમની સમય પર પહોંચવાની આદત અને એકાગ્રતાના બધે વખાણ થાય છે. હાલમાં જ અમિતાભ બચ્ચને લખ્યું કે ઉંમર કે બીમારી તેમને કોઈ કામ કરતા ન રોકી શકે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
તબિયત ખરાબ છતાંય કામ પર પહોંચ્યાઃ

હાલમાં સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનના ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોઝ જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે તબિયત ખરાબ હોવા છતાંય અમિતાભ બચ્ચન કામ પૂરુ કરવા કટિબદ્ધ છે. બિગબીએ ગળા પર સર્વાઈકલનો પટ્ટો પણ પહેર્યો છે.
નવી ફિલ્મ સાઈન કરીઃ

અમિતાભ બચ્ચન ઘણા સમયથી બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ હવે તેમણે એક વધુ ફિલ્મ માટે હા પાડી છે. તેના સ્ક્રિપ્ટ રીડીંગ માટે બિગ બી પહોંચ્યા હતા. આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે જેમાં પહેલીવાર બિગ બી અને ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન રૂમી જાફરી સંભાળશે.
વકીલની ભૂમિકામાં દેખાશેઃ

અમિતાભ આ ફિલ્મમાં ફરી એક વાર વકીલની ભૂમિકામાં દેખાશે. આ પહેલા તે પિંક અને બદલા જેવી ફિલ્મોમાં વકીલનો રોલ ભજવી ચૂક્યા છે. આ ફિલ્મમાં તેમનો ટ્રિપલ રોલ હશે અને ઈમરાન હાશ્મી બિઝનેસમેનના રૂપમાં જોવા મળશે.
રવિવારે બગડી હતી તબિયતઃ

ઉલ્લેખનીય છે કે આ રવિવારે અમિતાભ બચ્ચનની તબિયત એટલી ખરાબ હતી કે તે ચાહકોને મળવા જલસાની બહાર નહતા આવી શક્યા. બચ્ચને ટ્વીટર પર લખ્યું કે તેમને ખ્યાલ નહતો કે રવિવારે પોતાના ચાહકોને નહિ મળે તો આટલા મોટા સમાચાર બની જશે. આ સાથે જ તેમણે ચાહકોનો આભાર પણ માન્યો હતો.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YjBOLJ
No comments:
Post a Comment