આ કિલ્લાનું નામ પ્રબળગઢ છે

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલની વચ્ચે આ કિલ્લો આવેલો છે. આ કિલ્લાનું નામ પ્રબળગઢ છે અને આ કિલ્લાને ભારતનો સૌથી ખતરનાક કિલ્લો પણ કહેવામાં આવે છે કારણકે આ કિલ્લો લગભગ 2300 ફૂટ ઊંચા પહાડ પર આવેલો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે

આ કિલ્લો કલાવંતી કિલ્લાના નામથી પણ પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે અને સૂર્યાસ્ત પહેલા જ અહીંથી પરત ફરે છે. કારણકે અહીં વીજળી અને પાણીની યોગ્ય વ્યવસ્થા નથી તેમજ આ કિલ્લો ઊંચાઈ પર આવેલો હોવાથી અહીં ચઢાણ કરવું પણ અઘરું છે. અહીં સામાન્ય પ્રવેશદર રાખવામાં આવ્યો છે.
લોકો સાંજ પહેલા જ આ સ્થળ છોડી દે છે

આ કિલ્લા પર ચઢવા માટે પહાડમાંથી રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને કિલ્લા સુધી પહોંચવા માટેનું આ ચઢાણ પણ ખૂબ અઘરું છે. જો ધ્યાન રહે નહીં અને પગ લપસે તો સીધા ખીણમાં પડી જવાય તેવી આ જગ્યા હોવાથી લોકો સાંજ પહેલા જ આ સ્થળ છોડી દે છે.
મોટી સંખ્યામાં ટ્રેકિંગ કરવા માટે આવે છે

આ કિલ્લા પરથી અન્ય કિલ્લાઓ પણ જોવા મળે છે. લોકો આ કિલ્લા પર મોટી સંખ્યામાં ટ્રેકિંગ કરવા માટે આવે છે. પરંતુ, થોડાં સમય પહેલા એક યુવકનું આ પહાડ પરથી લપસી જવાના કારણે મૃત્યુ થયું હોવાથી હવે સવારે 6 વાગ્યે પહેલા અને સાંજે 5 વાગ્યા બાદ અહીં કોઈ ટ્રેકરને પ્રવેશ આપવામાં આવતો નથી. અહીં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2JrfXyg
No comments:
Post a Comment