Latest

Wednesday, May 1, 2019

દુનિયાનું એકમાત્ર મંદિર જ્યાં ગજાનન નહીં નર સ્વરૂપે બિરાજ્યા છે ગણેશજી

ગજાનન નહીં નરમુખા ગણેશ

સામાન્ય રીતે આપણે સૌએ ગણેશજીના ગજ સ્વરૂપને જ જોયું છે. મોટાભાગના મંદિરોમાં ગજ સ્વરૂપે જ ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જો કે, ભારતમાં એક મંદિર એવું છે જ્યાં ગણેશજીની પ્રતિમા નર રૂપે સ્થાપિત કરવામાં આવી છે. આ જ કારણે દૂર દૂરથી ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ક્યાં આવેલું છે મંદિર?

તમિલનાડુના કુટનૂરથી લગભગ બે કિલોમીટરના અંતરે તિલતપર્ણ પુરીમાં આદિ વિનાયકનું મંદિર છે જ્યાં ગણપતિ નર રૂપે બિરાજમાન છે. આ અનોખી પ્રતિમાના દર્શન કરવા ભક્તોની લાઈન લાગે છે. કહેવાય છે કે આ ભારતનું પહેલું મંદિર છે જ્યાં શ્રીગણેશ નર રૂપે બિરાજ્યા છે. સાથે જ આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં પાર્વતીનંદન ગજમુખાય નથી. આ મંદિર નરમુખાય તરીકે પણ ઓળખાય છે.

આ વાર્તા જાણો છો?

કહેવાય છે કે, એક વખત ભગવાન શિવે ક્રોધમાં આવીને ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું હતું. ત્યારબાદ તેમના ધડ પર ગજરાજ (હાથી)નું માથું લગાવવામાં આવ્યું અને ત્યારથી જ દરેક ગજાનન મંદિરમાં પ્રતિમા આ સ્વરૂપે સ્થાપિત થઈ. આદિ વિનાયક મંદિરમાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિ આ ઘટના પહેલાની છે.જો કે આદિ વિનાયક મંદિરમાં નર રૂપમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવા પાછળનું કારણ ખબર ન હોવાથી લોકોમાં આ મંદિર અચરજનું કારણ બન્યું છે.

પિતૃઓની શાંતિ માટે પૂજન

આદિ વિનાયક મંદિરમાં ભગવાન રામે રાજા દશરથના મૃત્યુ બાદ તેમની આત્માની શાંતિ માટે પૂજા કરી હતી. ત્યારથી જ આ મંદિરમાં લોકો પિતૃતર્પણ માટે આવે છે. આ જ કારણે આ મંદિરને તિલતર્પણપુરી નામે ઓળખવામાં આવે છે. સામાન્ય દેખાતા આ મંદિરમાં ભક્તોની ખૂબ આસ્થા રહેલી છે. તિલતર્પણપુરી શબ્દમાં તિલતર્પણનો અર્થ પિતૃઓને સમર્પિત અને પુરીનો મતલબ શહેર. મંદિર પરિસરમાં ગણેશજીની સાથે શિવનું મંદિર પણ આવેલું છે.



from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2VCMkQj

No comments:

Post a Comment

Pages