Latest

Monday, May 6, 2019

સુંદર સ્કિન માટે મેકઅપ નહીં દાદીમાના આ નુસખા અપનાવો

કોસ્મેટિક પ્રોડક્ટથી સાઈડ ઈફેક્ટ થવાનો ડર

આજકાલ દરેક વ્યક્તિ સુંદર દેખાવા ઈચ્છે છે. સુંદરતા વધારવા માટે જાતજાતની બ્યૂટી ટ્રીટમેન્ટ કરાવે છે. સાથે જ મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેમિકલવાળી વસ્તુઓના જેટલા ફાયદા છે તેનાથી વધારે સાઈડ ઈફેક્ટ્સ છે. એટલે જ અહીં તમને દાદીમાના નુસખા જણાવીશું જેનાથી સુંદર સ્કિન મેળવી શકશો અને સાઈડ ઈફેક્ટ પણ નહીં થાય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ડાર્ક સર્કલ

ઘણીવાર સ્ટ્રેસ કે પૂરતી ઊંઘ ન લેવાને કારણે આંખોની નીચે કાળા કુંડાળા થઈ જાય છે. ત્યારે બદામના તેલના થોડા ટીંપા આંખોની ત્વચા નીચે લગાવો. 10 મિનિટ સુધી સર્ક્યુલર મોશનમાં (ગોળ ગોળ ઘસો) મસાજ કરો. ત્યારબાદ ચહેરો ધોઈ લો. સતત થોડા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ જશે.

ખીલને દૂર કરશે દહીં

ઘણી વખત ખીલની સમસ્યા પરેશાનીનું કારણ બને છે. એવામાં ચહેરા પર કોઈપણ ક્રીમ લગાવવા કરતાં દહીં લગાવો. એક ચમચી દહીંમાં થોડું મધ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર 20 મિનિટ સુધી રાખો. થોડીવાર ભીના રૂમાલથી ચહેરો સાફ કરી લો. આ નુસખાને એક અઠવાડિયા સુધી નિયમિત કરો.

ખોડાથી છૂટકારો મેળવવા

આમ તો ખોડો (ડેન્ડ્રફ)થી છૂટકારો મેળવવા માટે ઘણાં ઘરેલુ નુસખા ઉપલબ્ધ છે પરંતુ તેમાં સૌથી અસરદાર અને સરળ છે લીંબુના રસનો ઉપચાર. ગરમ તેલમાં લીંબુના થોડા ટીંપા નાખી વાળ ધોતાં પહેલા આ તેલથી માથામાં બરાબર મસાજ કરો. થોડા દિવસમાં જ ફરક જોવા મળશે.

સફેદ વાળથી છૂટકારો મેળવવા

સમય પહેલા જો વાળ સફેદ થઈ જાય તો કેમિકલયુક્ત હેર કલર લગાવવા કરતાં આંબળાનો ઉપયોગ કરો. આંબળાને વાળમાં લગાવવાની સાથે ડાયટમાં પણ સામેલ કરો. આંબળાને હેર ઓઈલ રૂપે પણ વાપરી શકો છો. આ તેલને વાળ ધોતા પહેલાં લગાવવું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2DPZAqQ

No comments:

Post a Comment

Pages