દીપિકાના નામે ડિઝાઈનર સેન્ડલઃ

ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચન લુબિટોન આખી દુનિયામાં તેના ડિઝાઈનર ફૂટવેર માટે જાણીતો છે. ઐશ્વર્યા રાય બચ્ચન સહિત બૉલિવુડની મોટી મોટી હીરોઈનો લુબિટોનના સ્ટિલેટો સેન્ડલ્સ ખરીદવાના સપના જુએ છે. ખૂબ જ મોંઘા ફૂટવેર બનાવતા આ ડિઝાઈનરે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના નામ પર ખાસ સ્ટેલેટોઝ બનાવ્યા છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
બ્રાન્ડ કોન્શિયસ છે દીપિકાઃ

દીપિકા પાદુકોણ ખૂબ જ બ્રાન્ડ કોન્શિયસ છે અને તે દરેક પ્રસંગે એકથી મોંઘી એક બ્રાન્ડના કપડા ફૂટવેર અને બેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દીપિકાએ અનેક વાર ક્રિશ્ચન લુબિટોનના ફૂટવેર પહેર્યા છે. ખાસ કરીને પોતાના લગ્નમાં તેણે જે જૂતી પહેરી હતી તે સબ્યસાચી અને ક્રિશ્ચન લુબિટોને ડિઝાઈન કરી હતી.
આ છે સેન્ડલનું નામઃ

હવે લુબિટોને દીપિકાના નામે એક ખાસ સ્ટિલેટોઝ ડિઝાઈન કર્યા છે જેનું નામ છે દીપિક પંપ્સ. પંપ સ્ટાઈલના બ્લેક કલરના હીલ્સ વાળ ફૂટવેરની ખાસિયત તેની હીલ્સ છે. બીજા સેન્ડલની જેમ તેની હીલ્સ સ્ટ્રેટ અને પોઈન્ટેડ નથી પણ કર્વ્ડ છે.
અધધ છે કિંમતઃ

આ સેન્ડલની ખાસિયત જાણી લીધા પછી તેની કિંમત પણ જાણી લો. આ સેન્ડલની કિંમત 995 ડોલર એટલે કે લગભગ 70000 રૂપિયા છે. લુબિટોનના દીપિક પંપ્સ તમે ખરીદવા માંગશો? કોમેન્ટ કરી જણાવો.
from Page Array – I Am Gujarat http://bit.ly/30eCRhO
No comments:
Post a Comment