Latest

Monday, May 13, 2019

મોંઘો બેલ્ટ પહેરીને નીકળી મૌની રોય, કિંમત સાંભળીને ચોંકી જશો😲😲

મૌની રોયના એરપોર્ટ લૂકે જીત્યું દિલ

મૌની રોય પોતાના ફેશનેબલ લુકને લઈને ખૂબ ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ઈવેન્ટ લુકથી તો ક્યારેક હોલિડે ફોટોથી પોતાના ફેન્સને એન્ટરટેઈન કરતી રહે છે. હવે હાલમાં જ તેનો નવો એરપોર્ટ લૂક સામે આવ્યો છે. મૌની રોયના એરપોર્ટ લૂકે ફેન્સનું દિલ જીતી લીધું. એરપોર્ટ પર મૌની બ્લેક કલરની મિડ લેન્થ ડ્રેસમાં જોવા મળી. આ સાથે તેણે બ્લેક સનગ્લાસેસ, વ્હાઈટ સ્નીકર્સ અને ગુચીનો બેલ્ટ પહેર્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આટલો મોંઘો બેલ્ટ પહેર્યો

મૌની રોય આ લુકમાં સ્ટનિંગ દેખાઈ રહી હતી. પરંતુ મૌની રોયે પહેરેલા ગુચીના બેલ્ટની કિંમત સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય. મૌની રોયે આ બેલ્ટ માટે 550 ડોલર રૂપિયા ખર્ચ કર્યા છે. ભારતીય ચલણમાં આ કિંમત 38,434 રૂપિયા થાય છે. સ્પષ્ટ છે કે આટલી કિંમતમાં તમે આઈફોન 7 સ્માર્ટફોન ખરીદી શકો છો. આ પહેલા પણ મૌની એરપોર્ટ પર બ્રાન્ડેડ બેગ સાથે જોવા મળી હતી. આ બેગની કિંમત 4 લાખ રૂપિયા હતી.

‘બ્રહ્માસ્ત્ર’માં કરી રહી છે કામ

મૌની રોયના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો જલ્હી જ આલિયા ભટ્ટ, રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. ફિલ્મમાં મૌની વિલેનનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. પરંતુ હવે આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થવાની છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WG5Qsy

No comments:

Post a Comment

Pages