Latest

Friday, May 10, 2019

આ એક્ટરે હજારો લોકોને મફતમાં ખવડાવ્યો આઈસ્ક્રીમ, આવું હતું કારણ

જન્મદિવસ પર વહેંચ્યો આઈસ્ક્રીમ

વિજય દેવરકોંડા આજે ભારત અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. 9 મેએ વિજય દેવરકોંડાએ પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જન્મદિવસ પર વિજયે ફેન્સને ખાસ ભેટ આપી. વિજય દેવરકોંડાએ ફેન્સને આપેલી ભેટ વિશે જાણીને તમને ખુશી થશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પાંચ રાજ્યોના સાત શહેરોમાં કર્યું વિતરણ

અત્યારે ખૂબ ગરમી પડી રહી છે ત્યારે એક્ટરે ફેન્સને આઈસ્ક્રીમ ખવડાવ્યો. આ આઈસ્ક્રીમ પાંચ રાજ્યોના સાત શહેરોમાં વહેંચ્યો. જેમાં હૈદરાબાદ, વિજયવાડા, વારંગલ, તિરુપતિ, બેંગલુરુ, ચેન્નૈ અને કોચ્ચી સામેલ છે. આ કામને પાર પાડવા માટે 9 ટ્રકની મદદ લેવાઈ હતી.

હૈદરાબાદમાં જાતે વહેંચ્યો આઈસ્ક્રીમ

વિજયે હૈદરાબાદના બંજારા હિલ્સ પાસે એક ટ્રકમાં પોતાના હાથે ફેન્સને આઈસ્ક્રીમ વહેંચ્યો. વિજયે ગયા વર્ષે પણ પોતાના બર્થ ડે પર હૈદરાબાદમાં કુલ 4થી 5 હજાર જેટલો આઈસ્ક્રીમ વહેંચ્યો હતો.

આ ફિલ્મોથી જાણીતો થયો વિજય

વિજય દેવરકોંડાએ આ વર્ષે ફોર્બ્સે જાહેર કરેલા અંડર 30 લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં વિજયે ‘પેલી ચુપૂલુ’, ‘અર્જુન રેડ્ડી’, ‘મહાનતી’, ‘ગીતા ગોવિંદમ’ અને ‘ટેક્સી ડ્રાઈવર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક ઈન્ટરવ્યૂમાં વિજયે કહ્યું હતું કે, જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે મારા બેંક ખાતામાં 500થી પણ ઓછી રકમ બચી હતી. પરિણામે આંધ્રા બેંકે મારું અકાઉન્ટ લોક કરી દીધું હતું અને હવે હું ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી અને 30 અંડર 30 લિસ્ટમાં છું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JckmVJ

No comments:

Post a Comment

Pages