Latest

Monday, May 13, 2019

શૂટિંગ સમયે સેટ પર જ બેભાન થઈને ઢળી પડ્યો આ એક્ટર, કારણ જાણીને ચોંકી જશો

અઠવાડિયા સુધી ઊંઘી નથી શકતો એક્ટર

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો પોપ્યુલર શો કુલ્ફી કુમાર બાજેવાલાનો એકટર મોહિત મલિક શૂટિંગ દરમિયાન બેભાન થઈ ગયો હતો. મોહિત શોમાં સિકંદર સિંહ ગિલનો રોલ કરી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે શોમાં હાલ જે સ્ટોરી ચાલી રહી છે તેની અસર મોહિત પર પડી છે. જેના કારણે અઠવાડિયા સુધી ઊંઘી પણ શકતો નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘હાલની સ્ટોરી ઘણી ઈમોશનલ છે’

બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરતા મોહિત મલિકે કહ્યું કે, ‘જ્યારે તમે રોલમાં ઘુસી જાઓ છો અને સતત 8 કલાક સુધી શૂટિંગ કરો છો, ત્યારે તેના કારણે તમે આરામ કરી શકતા નથી. મારી સાથે પણ આવું થયું. મારો રોલ સિકંદર મારા દિલની નજીક છે. આ સિવાય શોમાં હાલ સ્ટોરી લાઈન પણ ઘણી ઈમોશનલ છે’.

‘શૂટ બાદ ઘણીવાર રડવા લાગુ છું’

મોહિતે જણાવ્યું કે, ‘શોમાં મારી ઓનસ્ક્રીન દીકરીને બોન મૈરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. કોઈ પણ પિતા આવી સ્થિતિમાં નાસીપાસ થઈ જાય, જેને ખબર હોય કે તેની દીકરીની લાઈફ ખતરામાં છે’. એક્ટરના જણાવ્યા પ્રમાણે શૂટ બાદ પણ તે ઘણીવાર રડવા લાગે છે. મોહિતે કહ્યું કે, ‘દરેક વખતે જ્યારે તમે કોઈ સીન કરો છો, ત્યારે તમે ઈમોશનલી કનેક્ટ થઈ જાઓ છો. કેટલાક સીન્સમાં તમે રડવા પણ લાગો છો. આમ તે તેમને પર્સનલી પ્રભાવિત કરે છે. ઘણીવાર ધ્યાન કે યોગ પણ તમારી મદદ કરી શકતું નથી’.

‘મારે બ્રેકની જરૂર છે’

મોહિતે કહ્યું કે, ‘હું શોમાં સ્ટોરીના કારણે દિવસો સુધી ઊંઘી શકતો નથી. મારા મનમાં શોની સ્ટોરી ચાલ્યા કરે છે. આ સિવાય જ્યારે હું રડું છું ત્યારે મારુ નાક બંધ થઈ જાય છે, હું શ્વાસ લઈ શકતો નથી. મારે બ્રેક લેવાની જરૂર છે’.

ગયા વર્ષે સેટ પર થયો હતો ઈજાગ્રસ્ત

મોહિત મલિક ગયા વર્ષે કુલ્ફી કુમાર બાજેવાલાના સેટ પર ઘાયલ થઈ ગયો હતો. એક સીનના શૂટિંગ દરમિયાન મોહિતની આંગળી પર ઈજા પહોંચી હતી, જે બાદ તેને તરત હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તે વધારે ઈજા પહોંચી હોવાથી ટાંકા લેવા પડ્યા હતા.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/30gvmXy

No comments:

Post a Comment

Pages