Latest

Thursday, May 2, 2019

ટ્રાન્સપ્લાન્ટ માટે પહેલીવાર ડ્રોનથી લઈ જવાયું માનવ શરીરનું કોઈ અંગ, સફળ રહી સર્જરી

પહેલીવાર આ રીતે થયો ડ્રોનનો ઉપયોગ

અમેરિકાના મેરીલેન્ડની એક હોસ્પિટલમાં ડ્રોન દ્વારા કિડનીની ડિલીવરી કરવામાં આવી. મેડિકલ ક્ષેત્રે પહેલીવાર એવું થયું કે, કોઈ માનવ અંગ ડ્રોન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યું હોય.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

5 કિલોમીટરરનું અંતર 10 મિનિટમાં કાપ્યું

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ડૉક્ટર્સનું કહેવું છે કે, ડ્રોન દ્વારા કરેલો આ પ્રયોગ સફળ રહ્યો. ડ્રોને પાંચ કિલોમીટરનું અંતર 10 મિનિટમાં કાપ્યું અને કિડની પહોંચાડી. ત્યારબાદ દર્દીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

ડ્રોનમાં છે આ સુવિધાઓ

આ ડ્રોનમાં ઘણી સુવિધાઓ છે. પેરાશૂટ જે 400 ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. બે બેટરી છે. એટલું જ નહીં ડૉક્ટર્સે તો આ ડ્રોનને Uber of Organs કહી દીધું.

પહેલા કર્યા ટેસ્ટ

જે મહિલાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી તેની ઉંમર 44 વર્ષ છે. ટ્રીના ગ્લિપ્સી નામની મહિલા દર્દી નર્સ છે. 2011માં તેને કિડની સંબંધિત બીમારી હોવાની જાણ થઈ. છેલ્લા 8 વર્ષથી તે ડાયાલિસીસ પર હતી. પહેલા કોઈ ડોનર નહોતું મળતું પરંતુ એક દિવસ અચાનકથી ડોનર મળ્યો અને ઓપરેશન શક્ય બન્યું. આ કિડનીને ડિલિવર કરતાં પહેલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા.

એક વખત થયા હતા 29 કલાક

ડૉક્ટર જોસેફ આર. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમણે આ ટીમનું નેતૃત્વ કર્યું. તેમણે જણાવ્યું, એક વખત દર્દી સુધી કિડની પહોંચાડતા 29 કલાક લાગ્યા હતા. ત્યાર બાદ જ ડ્રોનથી માનવ અંગની ડિલિવરી કરવાનો વિચાર આવ્યો. મેડિકલ ક્ષેત્રે ડ્રોનનો પ્રવેશ નવી પહેલ છે જે દુનિયા માટે ઘણાં તાળા ખોલશે.

જુઓ વીડિયો



from Page Array – I Am Gujarat http://bit.ly/2GWwpmu

No comments:

Post a Comment

Pages