Latest

Friday, May 3, 2019

‘કૂલી નંબર વન’ની રિલીઝ ડેટ જાહેર, આ એક્ટર બનશે ‘ગોવિંદા’

‘કૂલી નંબર વન’ની બનશે રિમેક

ડેવિડ ધવન તેમની સુપરહિટ મૂવી ‘કૂલી નંબર વન’ની રિમેક બનાવશે. વરુણ ધવને આ વિશે ટ્વિટ કરી માહિતી આપી હતી. આ રિમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન લીડ રોલમાં દેખાશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

વરુણ ધવને જણાવી રિલીઝ ડેટ

વરુણ ધવને ટ્વિટર પર ફિલ્મનો લોગો અને સાથે લખ્યું છે કે,’આજના દિવસે, આગામી વર્ષે, આવશે કૂલી નંબર વન- થશે કમાલ ‘ એટલે કે વરુણની આ ફિલ્મ 1લી મે 2020ના રોજ રિલીઝ થશે.

જૂની ફિલ્મમાં ગોવિંદ અને કરીશ્મા કપૂર હતા

‘કૂલી નંબર વન’ની ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા અને કરીશ્મા કપૂરની જોડી દેખાઈ હતી. આ સાથે શક્તિ કપૂર અને કાદર ખાન પણ મુખ્ય પાત્રમાં હતા. ઉલ્લેખનીય છે કે ‘મે તેરા હીરો’, ‘જુડવાં 2’ બાદ ‘કૂલી નંબર વન’ વરુણ ધવનની તેના પિતા ડેવિડ ધવન સાથે ત્રીજી ફિલ્મ છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2USD3iN

No comments:

Post a Comment

Pages