ડિઝાઇનર બ્લાઉઝનો ટ્રેન્ડ

ફેમિલીમાં કોઈ ફંક્શન હોય, કોઈ લગ્ન હોય કે પછી કોઈ ફ્રેન્ડના ફંક્શનમાં ગયા હોવ. આ તમામ તકે ટ્રેડિશનલ સાડી પહેરવી લગભગને ગમે છે પરંતુ પોતાના લૂકને વધુ એક્ટ્રેક્ટિવ કરવા માટે લગભગ દરેક ગર્લ્સ વિચારતી રહેતી હોય છે. સાડીમાં તમારે પાર્ટીની અંદર છવાઈ જવું હોય તો સાડી પહેરવાની સ્ટાઈલ સાથે બ્લાઉઝની ડિઝાઇન પણ ખૂબ જ મહત્વની છે. દર વખતે તમારા એક જ હાફ સ્લીવ્સ સિંપલ બ્લાઉઝની જગ્યાએ કઇંક નવું ટ્રાય કરવું જોઈએ. આજે માર્કેટમાં એક જુઓ ત્યાં એક ભૂલો તેવી સ્ટાઈલ અને ડિઝાઇનના બ્લાઉઝ મળે છે. જેને તમે પોતાના કમ્ફર્ટ અનુસાર પણ ડિઝાઇનમાં ફેરફાર કરીને તૈયાર કરાવી શકો છો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કોર્સેટ બ્લાઉઝ

બ્લાઉઝમાં આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે જે ખૂબ જ પોપ્યુલર છે. આ ટ્રેન્ડ એટલે કાર્સેટ બ્લાઉઝ. ઓફ શોલ્ડર સ્ટાઇલમાં જો તમે આ પ્રકારનું બ્લાઉઝ પહેરો છો તો સેક્સી લાગવાની સાથે સાથે તમારી કમર પણ ખૂબ જ સ્લિમ દેખાશે.
વન શોલ્ડર બ્લાઉઝ

વન શોલ્ડર ડ્રેસ અથવા વન શોલ્ડર ટોપ્સ જ નહીં આજકાલ વન શોલ્ડર બ્લાઉઝ પણ એટલા જ ટ્રેન્ડી છે. તમે ઇચ્છો તો આ બ્લાઉઝને એ રીતે ડિઝાઇન કરાવી શકો છો જે બ્લાઉઝ અને દુપટ્ટા બંનેનું કામ કરે. ગરમીમાં આ બ્લાઉઝની આ ડિઝાઇન તમને કમ્ફર્ટ ફીલ કરાવી શકે છે.
પ્રિન્ટેડ બ્લાઉઝ

પ્રેન્ટેડ સાડી સાથે મેચિંગ પ્રિન્ટેડ બ્લાઉઝ ભલે સાંભળવામાં થોડું અજબ લાગે પરંતુ આજકાલ આ લૂક ખૂબ જ ટ્રેન્ડમાં છે. ફૂલ સ્લિવ સાથે હાઈ નેક હોલ્ટર પ્રિન્ટેઝ બ્લાઉઝ તમને રેટ્રો લૂક આપી શકે છે.
વી શેપ ડીપ નેક બ્લાઉઝ

જો તમે પ્લિઝિંગ નેકલાઇન એટલે કે ડીપ નેકલાઇનવાળા બ્લાઉઝ પહેરવામાં કમ્ફર્ટેબલ અનુભવો છો તો તમે આ સ્ટાઇલ અપનાવી શકો છો. વી શેપનું ડીપ નેક બ્લાઉઝ પણ આજકાલના દિવસોમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમજ તમારા કમ્ફર્ટ લેવલ મુજબ તમે આ ડિઝાઇનને બદલી પણ શકો છો.
ન્યૂ એજ બેકલેસ બ્લાઉઝ

બેકલેસ બ્લાઉજ તો ઘણા સમયથી ફેશનમાં છે, પરંતુ હવે એક નવા પ્રકારનું બેકલેસ બ્લાઉઝ ટ્રેન્ડમાં આવ્યું છે. જેને બ્રાલેટ ડિઝાઇન કહેવાય ચે. આ પ્રકારના બેકલેસ બ્લાઉઝમાં અપર બેક સપોર્ટ પણ મળે છે.
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2WUau6p
No comments:
Post a Comment