દર્દીના પેટમાં નીકળી ચમચી-છરી

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં એક 35 વર્ષના વ્યક્તિ કથિત રીતે 8 ચમચી, 2 સ્ક્રૂડ્રાઈવર, 2 ટૂથબ્રશ અને 1 છરી ગળી ગયો. મંડીના શ્રી લાલબહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરાવાયો. જે બાદ તેના પેટમાંથી ડોક્ટરોએ આ બધી વસ્તુઓ બહાર કાઢી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઓપરેશન કરનારા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા
Dr Nikhil: After investigation it was found that some metallic objects were inside his stomach. Our team of surgeon immediately operated him. He is stable now.The patient is affected with psychiatric illness as a normal person can't eat spoon or knife. It's a rare case. (24.05) pic.twitter.com/3csSO2FYo7
— ANI (@ANI) May 25, 2019
ન્યૂઝ એજન્સી એએનઆઈના માધ્યમથી ડો. નિખિલે કહ્યું, તપાસ બાદ જાણવા મળ્યું કે કેટલીક ધાતુની વસ્તુઓ દર્દીના પેટની અંદર હતી. અમારી સર્જન ટીમે તરત જ તેનું ઓપરેશન કર્યું. હવે દર્દીની સ્થિતિ સ્થિર છે. ડો. નિખિલ આગળ કહે છે દર્દીને માનસિક બીમારી છે કારણ કે એક સામાન્ય વ્યક્તિ ચમચી કે છરી ન ખાઈ શકે. આ ઘટનાને દુર્લભ ગણાવતા સર્જરી બાદ દર્દીની સ્થિતિ હાલમાં નોર્લમ હોવાનું જણાવ્યું.
20 વર્ષથી યુવક માનસિક અસ્થિર

આ ઘટનાથી માત્ર ડોક્ટર જ નહીં પરંતુ દર્દીના પરિવારજનો પણ દંગ રહી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 35 વર્ષના કર્ણ સેનના ભાઈ આશીષ ગુલેરિયા અને જીજા સુરેશ પઠાનિયાએ કહ્યું કે કર્ણ પાછલા 20 વર્ષની માનસિક અસ્થિર છે. તેની ઘણી હોસ્પિટલોમાં સારવાર કરાવાઈ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YL7VE7
No comments:
Post a Comment