કોણ બનશે મિસ્ટર બજાજ?

છેલ્લા થોડા દિવસથી ચર્ચા હતી કે, આખરે ‘કસૌટી ઝિંદગી કી 2’માં મિસ્ટર બજાજનો રોલ કોણ કરશે. એકતા કપૂરે જ્યારથી જાહેરાત કરી કે શોમાં મિસ્ટર બજાજની એન્ટ્રી થવાની છે ત્યારે ફેન્સનાં આ રોલ કોણ કરશે તે જાણવાની તાલાવેલી હતી. આ રોલ માટે બરુણ સોબતી, સિદ્ધાર્થ શુક્લ, હિતેન તેજવાની, સમીર કોચર જેવા એક્ટર્સના નામ સામે આવ્યા હતા. જો કે આમાંથી કોઈને મિસ્ટર બજાજના રોલ માટે ફાઈનલ કરાયા નથી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કરણ વાહી કરશે રોલ!

એકતા કપૂરના સુપરહિટ શો ‘કસૌટી ઝિંદગી કી 2’માં મિસ્ટર બજાજનો રોલ કરશો ટીવીનો સુપર હોટ એક્ટર કરણ વાહી. સ્પોટબોયના રિપોર્ટ મુજબ, કરણને આ શો મળી ગયો છે અને બધું સમૂસુતરું રહ્યું તો તે કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી દેશે. કરણ વાહીના ફેન્સ માટે આ ખુશીના સમાચાર છે.
પહેલી સીઝનમાં રોનિત રોય હતો મિસ્ટર બજાજ

જણાવી દઈએ કે ‘કસૌટી ઝિંદગી કી’ની પહેલી સીઝનમાં મિસ્ટર બજાજનો રોલ રોનિત રોયે નિભાવ્યો હતો, જે દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો. અને નવા મિસ્ટર બજાજ તરીકે ટીવીના ઘણા જાણીતા ચહેરાના નામ સામે આવ્યા હતા. રિપોર્ટ મુજબ, મેકર્સ હજુ સુધી આ રોલમાં કોને લીધો તેની સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે આ બાબતનો ખુલાસો યોગ્ય સમયે જ થશે.
જલ્દી જ શોમાં થશે મિસ્ટર બજાજની એન્ટ્રી

એક રિપોર્ટ મુજબ, શોના મેકર્સ નવા પાત્રને 17-18 મે સુધીમાં લોકોની સમક્ષ રજૂ કરશે. જો કે આ તારીખ ફાઈનલ નથી આગળ-પાછળ થઈ શકે છે. આ શોમાંથી કોમોલિકા એટલે કે હિના ખાન વિદાય લેવાની છે. 13 મેના રોજ હિના ખાન છેલ્લો એપિસોડ શૂટ કરશે.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2JuzFZb
No comments:
Post a Comment