Latest

Friday, May 10, 2019

લોકો વંદાને મોંઢા પર રાખીને પડાવી રહ્યા છે ફોટો, જાણો આ ચેલેન્જ વિશે

આ છે ‘કૉકરોચ ચેલેન્જ’

સોશિયલ મીડિયા પર આજકાલ એક વિચિત્ર ચેલેન્જ જોવા મળી રહી છે, જેને યૂઝર્સ કૉકરોચ ચેલેન્જના નામથી ટ્વિટર અને ફેસબુક પર શેર કરી રહ્યા છે. આ ચેલેન્જમાં વ્યક્તિએ તેના ચહેરા પર કૉકરોચ એટલે કે વંદો મૂકવાનો હોય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

શું તમે આવું કરી શકો છો? આ નવી ચેલેન્જ છે

ફેસબુક યૂઝર્સ એલેક્સ આંગે તારીખ 20 એપ્રિલના રોજ તેના ચહેરા પર વંદાની સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને ત્યારબાદ આ ચેલેન્જ શરૂ થઈ છે. તેણે આ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે શું તમે આવું કરી શકો છો? આ નવી ચેલેન્જ છે.

લોકો વંદા સાથે લઈ રહ્યા છે સેલ્ફી

આ પોસ્ટ ઝડપી વાઈરલ થઈ રહી છે અને અન્ય યૂઝર્સ પણ તેમના ચહેરા પર આ પ્રકારે વંદા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ ચેલેન્જ મ્યાનમાર, ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ફેલાઈ ગઈ છે. જ્યાં યુવા પુરુષ અને મહિલાઓ ખુશીથી તેમના ચહેરા પર વંદો મૂકી રહ્યા છે અને ફોટો (સેલ્ફી) ક્લિક કરી રહ્યા છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/30jueT8

No comments:

Post a Comment

Pages