હિંદૂ શાસ્ત્રમાં સાફ-સફાઈનું મહત્વ

હિંદૂ શાસ્ત્રમાં ઘરમાં સાફ-સફાઈના મહત્વ વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. આમ કરવાથી ન માત્ર ઘરનો માહોલ સારો રહે છે પરંતુ બીમારીઓ પર ફેલાતી નથી. ધાર્મિક માન્યતા છે કે ઘરમાં રોજ યોગ્ય સમય પર સાફ-સફાઈ કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. પરંતુ સાંજના સમયે ક્યારેય ઘરની સાફ-સફાઈ ન કરવી જોઈએ. આમ કરવાથી ઘર પર દેવાનો બોજ વધે છે અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુ પ્રમાણે સાંજના સમયે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
સાંજના સમયે ન કરો આ કામ

ઘરની સફાઈ કરવી સારી વાત છે પરંતુ સાંજના સમયે ઘરમાં કચરો ન વાળવો જોઈએ. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાંથી જતી રહે છે અને માતા લક્ષ્મી કોપાયમાન થઈ જાય છે. આમ કરવાથી લોકોને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે . એટલા માટે સાંજના સમયે ઘરમાંથી કચરો ન વાળો.
ઊંઘવાની આદત બદલી નાખો

ઊંઘવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે પરંતુ સાંજના સમયે ક્યારેય ન ઊંઘવું. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સાંજના સમયે સૂવાથી ઘરમાં ગરીબી આવે છે. એટલે સાંજનો સમય ભગવાનના ભજન અને પૂજા-વિધિમાં પસાર કરવી જોઈએ. આ સમયે પૂજા-અર્ચના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
સાંજે ન તોડો તુલસીના પાન

સાંજના સમયે ઝાડના પાન તોડવાની વડીલો પણ ના પાડતા હોય છે. એવું માનવામાં આવે છે કે સાંજના સમયે વૃક્ષો આરામ કરે છે પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણે સાંજના સમયે તુલસીના પાન તોડવા સારી બાબત નથી. જે વ્યક્તિ આમ કરે છે તેમણે આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. એટલે સૂરજ આથમે પછી તુલસીના પાન ન તોડવા.
આ દિવસે પૈસા ઉધાર ન લો

નાણાની લેવડ-દેવડ માટે સોમવાર અને શુક્રવારનો દિવસ યોગ્ય ગણવામાં આવે છે. જો કે આ દિવસે પૈસા ઉછીના ન લેવા જોઈએ. આમ કરવાથી દેવાનો ભાર વધી જાય છે.
અઠવાડિયામાં બે-ત્રણાર કરો સફાઈ

ઘરની દિવાલો ઘરમાં રહેતી વ્યક્તિ કેવા છે તેના વિશે જાણ કરે છે. એટલે ઘરની દિવાલો હંમેશા સ્વચ્છ રાખવી. એ વાતનું હંમેશા ધ્યાન રાખો કે ઘરના ખૂણામાં જાળા ન હોય. એટલા માટે અઠવાડિયામાં બે-ત્રણવાર સફાઈ કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધન-સંપત્તિની ઉણપ નહીં આવે.
from Dharma Adhyatma News in Gujarati: Latest Dharma Adhyatma News, Read Breaking Dharma Adhyatma News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2HaW5gE
No comments:
Post a Comment