હવે રમૂજી ગુજરાતીના પાત્રમાં દેખાશે રણવીર
યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ એક ગુજરાતીની ભૂમિકા ભજવશે. આ સ્ક્રિપ્ટ ડેબ્યુટન્ટ લેખક-દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરે લખી છે. ગુજરાત બેઝ્ડ આ ફિલ્મનું નિર્માણ YRFના ચીફ પ્રોડ્યુસર મનીષ શર્મા કરશે જેમાં રણવીર એક રમૂજી પાત્ર ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓક્ટોબરથી શરુ થશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ડિરેક્ટર્સનો માનીતો બની ચૂક્યો છે
રણવીર સિંહે બોલિવૂડના જાણીતા ડિરેક્ટર્સ, જેવા કે, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી, ઝોયા અખ્તર,કબીર ખાન અને કરણ જોહર સાથે કામ કરી ચૂક્યો છે અને બધાનો પ્રિય છે. તેની સ્ક્રીપ્ટ સેન્સ ગજબની છે. તે કોઈ પણ રોલ બખૂબી ભજવી જાણે છે. અભિનેતાએ ‘પદ્માવત’માં અલાઉદ્દીન ખીલજીની ભૂમિકા કરીને વિલન તરીકે અદ્ભુત અભિનય આપ્યો હતો તો ‘ગલી બોય’માં મુરાદના પાત્રમાં એક સાધારણ છોકરા તરીકે પણ દર્શકોના દિલમાં છાપ છોડી ગયો છે. હવે તે તદ્દન નવા ડિરેક્ટર સાથે કામ કરવા જઈ રહ્યો છે.
દિવ્યાંગ ઠક્કર ફિલ્મનો લેખક-ડિરેક્ટર
રણવીર કહે છે, ‘હું નસીબદાર છું કે મને દેશના ટોચના ફિલ્મમેકર્સ સાથે કામ કરવાનો અનુભવ મળ્યો છે. હું તેમનો આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો. મેં આજ સુધી જેટલી સફળતા મેળવી છે તેની પાછળ તેમનો ભરોસો છે. હું ખુશ છું કે હું એવા સ્થાને છું જ્યાં અસામાન્ય ટેલેન્ટને ઓળખી શકું છું અને દિવ્યાંગ જેવા અદભુત રાઈટર-ડિરેક્ટરના વિઝન પર ભરોસો કરી શકું છું.’
ફિલ્મના કૉન્સેપ્ટની રણવીરે કરી પ્રશંસા
રણવીર આગળ કહે છે, ‘જયેશભાઈ વિશાળ હૃદય વાળી ફિલ્મ છે. તેનો કૉન્સેપ્ટ એવો છે જે ફિલ્મરસિકોને મોટાપાયે અપીલ કરશે. આ ફિલ્મ બધા માટે છે! આ ખરેખર તો એક જાદુઈ સ્ક્રીપ્ટ છે જે યશરાજ ફિલ્મ્સ મારા માટે લઈ આવ્યા છે. ફિલ્મની જોરદાર સ્ક્રીપ્ટ વાંચીને જ મેં તરત જ હા પાડી દીધી હતી. જયેશભાઈ એક રમૂજી અને દુઃખી બંને પાસા ધરાવે છે અને અત્યાર સુધી ઑન-પેપર સૌથી જોરદાર લખાયેલી સ્ક્રિપ્ટમાંની એક છે.’
ફિલ્મ માટે પ્રોડ્યૂસર પણ ઉત્સાહી
પ્રોડ્યુસર મનીષ શર્મા કહે છે, ‘એક પ્રોડ્યુસર અને ફિલ્મમેકર માટે સ્ક્રિપ્ટ ખાસ ભાગ ભજવે છે. આ સ્ક્રીપ્ટ મનોરંજન સાથે મેસેજ પણ આપે છે. દિવ્યાંગની સ્ક્રીપ્ટ આ બંનેને બેલેન્સ કરે છે. આ ફિલ્મને લઈને અમે બહુ ઉત્સાહિત છીએ. હું અને રણવીર ફરી એક પ્રોજેક્ટ સાથે જોડાયા છીએ એટલે હું વધુ ઉત્સાહિત છું. આશરે એક દાયકા પહેલા અમે યશરાજ ફિલ્મ્સ સાથે અમારી કારકિર્દીની શરુઆત કરી હતી. આ બેનરે અમારા જેવા ન્યુકમર્સ પર ભરોસો રાખ્યો અને આજે અમે બીજા નવા ટેલેન્ટને મોકો આપશું જે દર્શકોને એન્ટરટેઈન કરી શકે.’
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2X3fwgV
No comments:
Post a Comment