મહિલાના ‘રેપ કરો’વાળા નિવેદનથી વિવાદ

સોશિયલ મીડિયા પર મંગળવારે એક મહિલાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેણે ટૂંકા કપડાં પહેરતી યુવતીઓ અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં રહેતી મહિલાએ કથિત રૂપે મૉલના સ્ટાફને ટૂંકા કપડાં પહેરતી છોકરીઓનો બળાત્કાર કરવાનું કહ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર #Auntyjiapologise હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું અને લોકોએ આંટી માફી માગે તેવી માગ કરી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મહિલાએ માફી માગી

મહિલા વિરોધી ટિપ્પણી કર્યા બાદ આંટીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પરથી માફી માગી છે. જો કે આ અકાઉન્ટ અસલી છે કે નકલી તેની અમે પુષ્ટિ નથી કરતા. મહિલાએ ફેસબુક પર લખ્યું, “હું વિના શરતે છોકરીઓની માફી માગુ છું. મને અહેસાસ થયો કે મારા શબ્દો ખોટા હતા. મારે તેમને કોઈ સલાહ આપવી હોય તો ખાનગી રીતે આપવાની હતી. મને ચિંતા થતી હતી. જો કે, મને ખ્યાલ આવ્યો કે મારે પ્રોટેક્ટિવ અને આધુનિક થવાની જરૂર હતી સંકુચિત વિચારધારા નહોતી રાખવા જેવી. એક પત્ની, બહેન અને મા ખાસ કરીને એક મહિલા હોવાથી હું સ્ત્રીઓનું ગરિમાનું સન્માન કરું છું. કોઈની લાગણી દુભાઈ હોય તો ફરી એકવાર માફી માગુ છું.”
શિવાની ગુપ્તાએ કરી વિનંતી

મહિલાના માફીનામાને શિવાની ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યું છે. સાથે જ સોશિયલ મીડિયા યૂઝર્સને આ મહિલાને કોઈપણ પ્રકારે હેરાન ન કરવાની વિનંતી કરી છે.
મૉલનો વીડિયો થયો હતો વાયરલ

જણાવી દઈએ કે, મંગળવારે ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ગુરુગ્રામના એક મૉલમાં આધેડ ઉંમરની મહિલા પાસે 6 યુવતીઓ રેપવાળી ટિપ્પણી પર માફી માગવાનું કહી રહી છે. છોકરીઓનો આરોપ હતો કે, મહિલાએ એક રેસ્ટોરાંમાં તેમના ટૂંકા ડ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને ત્યાંના સ્ટાફને બળાત્કાર કરવાનું કીધું હતું. આ વીડિયોમાં યુવતીઓના કહેવા છતાં આંટી માફી નથી માગતા. આ દરમિયાન બીજી એક મહિલાને સમગ્ર ઘટનાની જાણ થઈ તો તે પણ યુવતીઓની તરફેણમાં આવી. જણાવી દઈએ કે, પીડિત યુવતીઓમાંથી શિવાની ગુપ્તાએ પોતાના ફેસબુક પર વીડિયો પોસ્ટ કર્યો હતો.
મહિલાની થઈ હતી નિંદા

સોશિયલ મીડિયા પર રેપવાળી ટિપ્પણી કરનાર મહિલાની ખૂબ નિંદા થઈ રહી છે. તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. અમુકે મહિલાનો સપોર્ટ કર્યો તો અમુકે કહ્યું કે આનાથી મહિલાના પરિવારને નુકસાન વેઠવું પડી શકે છે. તો અમુક યૂઝર્સે કહ્યું કે, મહિલાને સાચા રસ્તે લાવવા માટે આ વીડિયો પોસ્ટ કરવા સિવાય કોઈ રીત નહોતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JiuuLM
No comments:
Post a Comment