Latest

Thursday, May 30, 2019

પેટ પર જામેલી ચરબી ઘટવાનું નામ ન લેતી હોય તો આ કારગર ઉપાય અજમાવો

વધી ગયેલી ફાંદને ઓછી કરવામાં રામબાણ છે વીરભદ્રાસન

લખનૌઃ જો તમારે પણ તમારા હાથ અને સાથળને મજબૂત કરવા હોય અને પેટ પર માટલાની જામી ગયેલી ચરબીના થરને કાયમી દૂર કરવા હોય તો વીરભદ્રાસન સૌથી કારગર ઉપાય છે. આ આસન ભગવાન શિવના ગણ વીરભદ્રના નામ પર છે. જેમણે પ્રજાપતિ રાજા દક્ષનો વધ કર્યો હતો. કહેવાય છે કે તેમના હાથમાં અને સાથળમાં અપાર શક્તિ હતી. આ આસનથી પેટની બંને તરફ જમા ચરબીના થર ઓગળવા લાગે છે. જે લોકોને બેલી ફેટની ફરિયાદ રહે છે. તેમણે આ આસન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. યોગાચાર્ય ડૉ. અવધેશ શર્મા આ આસન અંગે જણાવે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કઈ રીતે કરશો આસન

1. સાવધાનની મુદ્રામાં ઉભા રહો. ત્યારબાદ પગને અઢીથી ત્રણ ફૂટ પહોળા કરો. બંને હાથને ખંભાની સીધમાં ઉપરની તરફ કરો અને હથેળીને ખુલ્લી રાખો.

2. હવે સીધા પગના પંજાને 90 ડીગ્રી કોણમાં વાળો. સાથે જ કમર પણ તે જ દિશામાં ફેરવો. બંને હાથ એક સીધમાં જ હોવા જોઈએ.

3. હવે સીધા પગના ગોઠણને થોડો વાળો અને કમરને જેટલી શક્ય બને તેટલી નીચેની તરફ વાળો. આ દરમિયાન બીજો પગ હંમેશા સીધો જ રહેવો જોઈએ. ગરદન ઉપર હાથો તરફ વળેલી હોવી જોઈએ.

પ્રકાર એક

બંને પગને સપોર્ટ આપીને આ આસન કરવામાં આવે છે. આને બાકીના મુખ્ય આસની જેમ જ કરવામાં આવે છે. ઊંધા પગથી કમર સુધી એક બેલ્ટ બાંધી લો, જેથી પગને સપોર્ટ મળી રહેશે. તેમજ સીધા પગ નીચે એક લાકડીનો આધાર રાખી લો.

પ્રકાર બે

આ રીતમાં બેંને પગને ફેલાવીને સીધા પગના સાથળ નીચે સ્ટૂલ રાખી લો. જ્યારે ઊંધા પગના પંજા નીચે સપોર્ટ માટે ફોમ અથવા લાકડાનો ટૂકડો મૂકી શકો છો. આ પગ સ્ટૂલથી બહાર રાખો, હાથ અને ગર્દન મુખ્ય આસન તરફ ઉપરની તરફ જ રાખો.

પ્રકાર ત્રણ

આ પ્રકારમાં દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. દીવારની સૌથી નીચે એક દોરી બાંધો. આ દોરીને જે પગ આપણે ગોઠણથી વાળવાના હોઈએ તેના સાથળમાં ફસાવી દો. બીજા પગને સપોર્ટ મળે માટે લાકડા અથવા ફોમની ઈંટ જેવો ટૂકડો લગાવો. જ્યારે હાથ અને ગર્દનને ઉપરની તરફ રાખો. ધ્યાન રાખો કો પગમાં ભરાવેલી દોરી એકદમ ખેંચાયેલી રહે.

આસનના ફાયદા

– આ આસન કરવાથી તમારી છાતી વધારે વિશાળ થાય છે.

– શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો થાય છે.

– કરોડરજ્જૂ વધારે મજબૂત બને છે.

– ગોઠણ પણ મજબૂત બને છે.

– શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/30VkE9l

No comments:

Post a Comment

Pages