Latest

Friday, May 3, 2019

જૂનાગઢઃ ગાય પ્રેમીના મૃત્યુ બાદ રોજ બેસણામાં આવીને દુઃખ વ્યક્ત કરે છે ગાય માતા

ગાય માતાએ ગૌ ભક્ત માટે આસું પાડ્યા

જૂનાગઢઃ આમ તો ગાય અને માનવી વચ્ચેનો પ્રેમ ભારતમાં સદીઓથી જોવા મળે છે. હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજાય છે અને તેનામાં 33 કરોડ દેવી-દેવતાઓ વાસ કરતા હોવાનું મનાય છે. કોઈપણ પ્રાણીનું એક વખત કોઈ માનવી સાથે લાગણી બંધાઈ જાય તો તે વ્યક્તિના મૃત્યુ બાદ પણ તેમને ભૂલતા નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢના કેશોદમાં જોવા મળ્યો. જ્યાં ગૌ ભક્ત વ્યક્તિના નિધન બાદ ગાય માતા રોજ બેસણામાં આવીને આસું સારતા જોવા મળે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

બેસણામાં આવીને તસવીર પાસે બેસી જાય છે

જૂનાગઢના કેશોદમાં આંબાવાડી ખાતે રહેતા ઉકાભાઈ ખીમજીભાઈ કોટડિયાના અવસાન થયા બાદ રોજ એક ગાય તેમના બેસણામાં આવીને આસું સારે છે. આ ગાય માતા રોજ આવીને ઉકાભાઈના ફોટો આગળ બેસી જાય છે અને પરિવારજનો સાથે કલ્પાંત કરે છે. આ ઘટના જોઈને પરિવારના સભ્યો પણ વધારે ભાવુક બન્યા હતા. ઉકાભાઈનો ગાય પ્રેમ એટલો હતો કે ગાય માતા પણ તેમના અવસાન બાદ પણ તેમને ભૂલ્યા નથી અને તસવીર જોઈને જ તેમની બાજુમાં બેસી જાય છે. એક વ્યક્તિ માટે ગાય માતાનો આવો પ્રેમ જોઈને પરિવારને અન્ય સભ્યો તથા આસપાસના લોકો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.

પરિવારના સભ્યો સાથે કરે છે કલ્પાંત

ગાય માતાની અનોખી લાગણી

ગાય માતાની અનોખી લાગણી

ગાય માતાની અનોખી લાગણી



from Page Array – I Am Gujarat http://bit.ly/2IX55rO

No comments:

Post a Comment

Pages