Kal Pennને કરવું છે ‘તારક મહેતા…’માં કામ

ભારતીય મૂળના અમેરિકન એક્ટર કાલ પેને ટ્વિટર પર ભારતના જાણીતા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અમેરિકામાં જન્મેલા Kal Pennએ એક વીડિયો શેર કર્યો અને ત્યાં જ આ આખી વાત શરૂ થઈ અને શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સુધી પહોંચી. કાલ પેને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ‘લેડીઝ ભાઈ’ તરીકે જોવા મળ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આ વીડિયોથી શરૂ થઈ ચર્ચા
Meet Ladies Bhai: an old, ridiculous Gujarati sketch character with a great shirt. pic.twitter.com/3KxT9joqUq
— Kal Penn (@kalpenn) April 29, 2019
કાલ પેને વીડિયો શેર કરતાં લખ્યું, “લેડીઝ ભાઈને મળો. એક જૂનું ગુજરાતી પાત્ર. પચરંગી શર્ટમાં.” જણાવી દઈએ કે, કાલ પેન અમેરિકન એક્ટર, કોમેડિયન, પ્રોડ્યુસર છે. તે વ્હાઈટ હાઉસમાં પબ્લિક એગ્નેજમેન્ટ ઓફિસમાં પૂર્વ અસોસિયેટ ડાયરેક્ટર હતા. કાલ પેન ટીવી શો ‘હાઉસ’માં લૉરંસ કુટનરનું પાત્ર ભજવીને જાણીતો થયો. આ સિવાય ‘હેરાલ્ડ એન્ડ કુમાર’ ફિલ્મમાં કુમાર પટેલનું તેનું પાત્ર યાદગાર રહ્યું.
પ્રશંસકે સલાહ આપતાં આપ્યો જવાબ
You joke but this has legit been a goal.
Cc: @TMKOC_NTF https://t.co/dKwQblLryG— Kal Penn (@kalpenn) April 30, 2019
કાલ પેને શેર કરેલા વીડિયો પર ઘણા ફેન્સે તેને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવાની સલાહ આપી. ત્યારે એક પ્રશંસકને જવાબ આપતા કાલ પેને લખ્યું, “તમે મજાક કરી રહ્યા છો પરંતુ આ મારું લક્ષ્ય રહ્યું છે.” કાલ પેનના આ ટ્વિટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ. તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદી પણ કેમ પાછળ રહે. તેમણે કહ્યું કે, ‘હવે સમય પાકી ગયો છે કે કાલ પેન અમારા શોમાં આવે. બોલિવુડના ઘણા સેલિબ્રેટિઝ શોમાં આવી ચૂક્યા છે. હવે કાલ પેન જેવા ઈન્ટરનેશનલ સ્ટાર આવશે તો શાનદાર રહેશે. કાલ પેનની કોમિક ટાઈમિંગ કમાલની છે. અમે તેની ઈચ્છાને હકીકતમાં બદલવાનો પ્રયાસ કરીશું.’
આસિત મોદીએ કહ્યું…
Kalpen bhai! Great to hear from you, I already have an empty flat beside Jethalal’s in Gokuldham so you’re always welcome… In case, tame tamara mitra Harold ne laavo toh ‘Harold and Kumar’s Pravaas to Gokuldham’ toh huj produce karis!
— Asit Kumarr Modi (@AsitKumarrModi) April 30, 2019
આસિત કુમાર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, “કલ્પેનભાઈ શો વિશે તમારા મોંઢે સાંભળીને સારું લાગ્યું. ગોકુલધામ સોસાયટીમાં જેઠાલાલની બાજુવાળો ફ્લેટ ખાલી છે. તમારું સ્વાગત છે. સાથે જ તમારા મિત્ર હેરાલ્ડને પણ લઈને આવજો.” જણાવી દઈએ કે, મૂળ ગુજરાતી અમેરિકન એક્ટરનું અસલી નામ કલ્પેન સુરેશ મોદી છે. પ્રોફેશનલી તે કાલ પેન (Kal Penn) તરીકે ઓળખાય છે.
બબીતાજીએ પણ ખુશી વ્યક્ત કરી
Hahaha. I was blissfully unaware of this development
until someone tagged me. Kal ,book your next flight to Mumbai soon
. We need you here pronto
— Munmun Dutta (@moonstar4u) May 1, 2019
બબીતાજીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ પણ કાલ પેનનું આ ટ્વિટ જોઈને કહ્યું, “કાલ મુંબઈની ફ્લાઈટ પકડીને અહીં આવી જા.” મુનમુનના આ ટ્વિટ પર એક પ્રશંસકે સલાહ આપી દીધી કે કાલ પેનને સુંદરનો રોલ આપી દો.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2vyY3AY


. We need you here pronto 

No comments:
Post a Comment