Latest

Tuesday, May 21, 2019

આ શોમાં ફરીથી સાથે જોવા મળશે દયા-અભિજીતની જોડી

‘સીઆઈડી’ના ફેન્સ માટે ખુશખબર

ભારતીય ટેલિવિઝન પર સૌથી વધારે સુધી ચાલનારા શોમાંથી એક ‘સીઆઈડી’ના ફેન્સ માટે એક ખુશખબરી છે. ગત વર્ષે આ શો ઓફ એર થયા પછી ફેન્સ ખૂબ જ નિરાશ થયાં હતાં. તાજેતરમાં જ સીઆઈડીના ફેન્સ માટે એક સારા ન્યૂઝ સામે આવ્યા છે. જાણકારી અનુસાર, શોના ત્રણ મહત્વના રોલ નાના પડદે ટૂંક સમયમાં જ કમબેક કરી શકે છે. રિપોર્ટ અનુસાર, આ શો દંગલ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે. નોંધનીય છે કે સીઆઈડી ગત વર્ષે ઓક્ટોબરમાં ઓફ એર થયો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

નવા શોથી કરશે કમબેક

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઆઈડીના કેટલાક સભ્યો ટૂંક સમયમાં જ એક નવા શો સાથે કમબેક કરશે. આ શો પોલીસ પર આધારીત હશે. જેમાં કેટલીક સ્ટોરી હશે. રિપોર્ટ અનુસાર શોમાં દયાનો રોલ કરનાર દયાનંદ શેટ્ટી ઉપરાંત આદિત્ય શ્રીવાસ્તવ (અભિજીત) અને અંશા સૈયદ (ઈન્સ્પેક્ટર પૂર્વી) પણ આ પ્રોજેક્ટનો ભાગ હશે. જોકે, આ એક્ટર્સ તરફથી આ મામલે કોઈ જ પ્રતિક્રિયા નથી આવી.

1998માં થઈ હતી શરુઆત

નોંધનીય છે કે સીઆઈડીની શરુઆત સોની ટીવી પર 1998માં થઈ હતી. જેને 21 વર્ષ સુધી દર્શકોનો પ્રેમ મળતો રહ્યો. આ શોનો છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબર 2018ના રોજ પ્રસારિત થયો હતો. વીકેન્ડ પર પ્રસારિત થનાર આ ક્રાઈમ શોના કુલ 1546 એપિસોડનું પ્રસારણ થઈ ચૂક્યું છે.

સીઆઈડીના યાદગાર પાત્રો

સીઆઈડીએ ટેલિવિઝન સ્ક્રીનને કેટલાક યાદગાર પાત્રો પણ આપ્યાં છે. જેમાં શિવાજી સાટમનો એસીપી પ્રદ્યુમ્ન, આદિત્ય શ્રીવાસ્તવનો અભિજીત, દયાનંદ શેટ્ટીનો ઈન્સ્પેક્ટર દયા અને દિનેશ ફડનીસ એટલે કે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સનો સમાવેશ થાય છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JxmWWO

No comments:

Post a Comment

Pages