ટીવી એક્ટરના પ્રેમમાં હતી દિશા

દિશા પટણી બી-ટાઉનની હોટ એક્ટ્રેસમાંથી એક છે. દિશા સાથે ડેટ પર જવાનું સપનું ઘણા સેવીને બેઠા છે પરંતુ એક્ટ્રેસ તો હાલ કથિત રીતે ટાઈગર શ્રોફ સાથે રિલેશનશીપમાં છે. જો કે ટાઈગર પહેલા દિશા પટણી ટેલિવિઝનના હોટ એક્ટરને ડેટ કરતી હતી. આજે આ એક્ટર પાછળ લાખો છોકરીઓ ગાંડી છે તેની એક સમયે દિશા દિવાની હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
1 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા

દિશા ‘કસૌટી ઝિંદગી કી 2’ના એક્ટર પાર્થ સમથાન સાથે રિલેશનશીપમાં હતી. રિપોર્ટ મુજબ, દિશા અને પાર્થ એકબીજા સાથે લગભગ 1 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા. આ દરમિયાન દિશાની બોલિવુડમાં એન્ટ્રી થઈ નહોતી. બંનેના બ્રેકઅપનું કારણ વિકાસ ગુપ્તાને માનવામાં આવે છે.
વિકાસ બ્રેકઅપનું કારણ બન્યો

રિપોર્ટ્સનું માનીએ તો દિશાને પાર્થ અને વિકાસના સંબંધો વિશે જાણ થઈ હતી. સાથે જ પુરાવા પણ મળ્યા હતા જે અંગે તેણે પાર્થ સાથે વાત કરી હતી. કહેવાય છે કે, પાર્થે વિકાસ સાથેનો સંબંધ સ્વીકાર્યો તો દિશાએ તેની સાથેની રિલેશનશીપનો અંત લાવવાનું યોગ્ય સમજ્યું.
હાલ એરિકા સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા

ટાઈગર અને દિશાના રિલેશનશીપની વાત કરીએ તો આ બંનેએ હજુ ખુલીને આ વાત સ્વીકારી નથી. બંને એકબીજાને સારા મિત્રો ગણાવે છે. તો આ તરફ પાર્થનું નામ આજકાલ તેની કો-સ્ટાર એરિકા ફર્નાન્ડિસ સાથે જોડવામાં આવી રહ્યું છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2YxP7Z8
No comments:
Post a Comment