શાહિકની ‘કબીર સિંહ’નું ટ્રેલર રિલીઝ

શાહિક કપૂર સ્ટારર ફિલ્મ ‘કબીર સિંહ’નું ઓફિશિયલ ટ્રેઈર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અઢી મિનિટથી વધારે લાંબા આ ટ્રેલરમાં શાહિદ દમદાર પરફોર્મેન્સ આપતો દેખાય છે. તેના એક્સપ્રેશન્સથી લઈને ડાયલોગ ડિલિવરી ઈમ્પ્રેસિવ છે. ફિલ્મનું ટ્રેલર જોઈને જ આ અંદાજ લગાવી શકાય છે કે દર્શકો ફિલ્મ જોતા દરમિયાન શાહિદના પાત્ર સાથે કેટલા વધારે જોડાયેલા હવાનું અનુભવીને તેના ઈમોશન્સ પણ ફીલ કરી શકશે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શાહિદ-કિયારાની નેચરલ કેમેસ્ટ્રી

કિયારા અડણાવી અને શાહિદ વચ્ચેની કેમેસ્ટ્રી એકદમ નેચરલ લાગી રહી છે. ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ક્રિટિક્સને ઈમ્પ્રેસ કરી ચૂકેલી કિયારા અડવાણી આ ફિલ્મના ટ્રેલરમાં પણ માસુમ છોકરીના રૂપમાં સરળતાથી દિલ જીતતી દેખાઈ રહી છે.
એન્ગ્રી યંગ મેનના લૂકમાં દેખાશે શાહિદ
ટ્રેલરમાં શાહિદના પાત્ર કબીરની કહણીની એક ઝલક જોવા મળે છે, જે રિબેલ અને દરેક કામ પોતાની મરજી મુજબ કરે છે. તેની જિંદગીમાં પ્રેમની એન્ટ્રી થાય છે અને પછી બાદમાં થતી દૂરી કેવી રીતે તેને એન્ગ્રી યંગ મેન બનાવવા સાથે નશાની લત લગાવી દે છે તેને ખૂબ શાનદાર રીતે ટ્રેલરમાં દર્શાવાયું છે.
તેલુગૂ ફિલ્મ ‘એર્જુન રેડ્ડી’ની રીમેક છે ફિલ્મ

તેલુગૂ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની આ હિન્દી રીમેક ફિલ્મને સંદીપ વાંગાએ ડિરેક્ટ કરી છે. આ ફીલ્મને 21 જૂને રિલીઝ કરવામાં આવશે. આમ તો ફિલ્મનું ટ્રેલર જેટલું શાનદાર છે સ્પષ્ટપણે દર્શકોને ફિલ્મ તેટલી વધારે પસંદ આવતી હોય છે. તેવામાં ‘કબીર સિંહ’ના ટ્રેલર રિલીઝ કરાયાના 1 કલાકમાં જ 5 લાખથી વધારે વ્યૂ મળી ચૂક્યા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2E5OIVQ
No comments:
Post a Comment