Latest

Wednesday, May 22, 2019

કેમ કાલે ખોટા પણ સાબિત થઈ શકે છે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ?

રોમાંચ હજુ ખતમ નથી થયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાને હજુ એક દિવસની વાર છે, જોકે તમામ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ફરી મોદી સરકાર બનવાનું નક્કી છે. ભલે એક્ઝિટ પોલમાં ભાજપ અને એનડીએને બહુમતિ મળતી બતાવાઈ હોય, પરંતુ ઈતિહાસ પર નજર નાખીએ તો રોમાંચ હજુ ખતમ નથી થયો. એવું અનેકવાર થયું છે કે જ્યારે એક્ઝિટ પોલ્સ કરતા વાસ્તવિક પરિણામ સાવ અલગ જ આવ્યા હોય.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

2004માં ખોટા પડ્યા હતા એક્ઝિટ પોલ

અટલ બિહારી વાજપેયીની સરકાર 2004ની લોકસભા ચૂંટણીમાં પાછી આવવાની છે તેવું મોટાભાગના એક્ઝિટ પોલ કહી રહ્યા હતા. તેમાં એનડીએ સૌથી મોટું ગઠબંધન બનીને બહાર આવશે તેવું આંકડા દર્શાવતા હતા. જોકે, 2004ની લોકસભા ચૂંટણીમાં જીત વાજપેયીની નહીં, પરંતુ કોંગ્રેસની થઈ અને યુપીએની ગઠબંધન સરકાર સત્તા પર આવી.

કેમ ખોટા પડી શકે છે એક્ઝિટ પોલ?

એક્ઝિટ પોલ સરવેમાં આવરી લેવાતા મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેના આધારે તમામ મતદારોએ કોને વોટ આપ્યો હશે તે કહેવું અઘરું છે. નાનું સેમ્પલ હોવાના કારણે જો કોઈ પણ ચૂક થાય તો તેનું પરિણામ તેના આધારે આકલન કરાયેલા તમામ પરિણામ પર પડે છે. આ ઉપરાંત, મોટી વાત એ છે કે આ પોલ્સને પક્ષોની વોટિંગ ટકાવારીને આધારે ડિઝાઈન કરાય છે. તેમાં સીટ શેરિંગની વાત નથી હોતી. વોટ શેર કેટલો સીટ શેરમાં કન્વર્ટ થાય છે તેનું અનુમાન લગાવવું સરળ નથી. ખાસ કરીને જ્યારે મુકાબલો બેથી વધુ પક્ષો વચ્ચે હોય ત્યારે તો આ ગણતરી ઓર જટીલ બને છે.

તૈયાર હોય છે આવા બહાના

જો એક્ઝિટ પોલ્સ તરફથી લગાવાયેલા અનુમાન ખોટા પડે તો તેમના બહાના સાંભળવા પણ તૈયાર રહેજો. જેમ કે, ભ્રમિત મતદાતાને પ્રેફરન્સ મળવો, જે લોકોને આવરી લેવાયા હતા તેમના દ્વારા ખોટા જવાબ આપવા, સેમ્પલિંગ એરર કે પછી સામાન્ય લોકોની અપેક્ષા અનુસાર મંતવ્ય બતાવવા કરાયેલું રેશનલાઈઝેશન. આવી ઘણી ખામી અને ચૂક હોય છે, જેનાથી એક્ઝિટ પોલ્સના આંકડાં અને વાસ્તવિક પરિણામ વચ્ચે અંતર રહી શકે છે.

પહેલા EVM કે VVPAT, પંચ લેશે નિર્ણય

ચૂંટણી પંચ બુધવારે એ નિર્ણય લેશે કે પહેલા વીવીપેટ સ્લીપ્સની ગણતરી કરવામાં આવે કે પછી EVMની. દરેક લોકસભઆ બેઠક પર પંચ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, કોઈપણ પાંચ પોલિંગ બુથના ઈવીએમ વોટોને વીવીપેટ સાથે મેચ કરશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે 22 વિપક્ષી દળોના નેતાઓએ પંચ સમક્ષ માગ કરી હતી કે તે વીવીપેટ સ્લિપ્સની ગણતરી પહેલા કરે જેથી કોઈ ગડબડ હોય તો પછી તમામ પોલિંગ સ્ટેશનો પર ઈવીએમ સાથે વીવીપેટને મેચ કરાય.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Qj41iP

No comments:

Post a Comment

Pages