Latest

Monday, May 13, 2019

‘શુભ મંગલ સાવધાન’ની સિક્વલમાં આ એક્ટર સાથે રોમાન્સ કરશે આયુષ્માન ખુરાના

આ ફિલ્મોમાં જોવા મળશે આયુષ્માન

બોલિવુડ એક્ટર આયુષ્માન ખુરાના હટકે ફિલ્મ આપવા માટે જાણીતો છે. હાલ તે ઘણા પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે. જેમાં આર્ટિકલ 15, ડ્રીમ ગર્લ અને બાલા જેવી ફિલ્મો સામેલ છે. આ સિવાય આયુષ્માન શુભ મંગલ સાવધાનની સિક્વલમાં પણ જોવા મળશે. આ ફિલ્મનું નામ છે શુભ મંગલ ઝ્યાદા સાવધાન. પહેલી ફિલ્મ કરતા આ ફિલ્મની વાર્તા એકદમ અલગ છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ એક્ટર સાથે કરશે રોમાન્સ

આ સ્ટોરી સમલૈંગિક લવસ્ટોરી પર આધારિત હશે. આયુષ્માન ફિલ્મના લીડ રોલમાં જોવા મળશે. હવે ચર્ચા છે કે દિવ્યેંદુ શર્મા આ ફિલ્મનો ભાગ બનવાનો છે અને આયુષ્માન સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જો કે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું ડાયરેક્શન હિતેશ કેવલ્ય કરશે. જેનું પ્રોડક્શન આનંદ એલ રાયના પ્રોડક્શન હાઉસની અંડરમાં થશે.

આવી હશે ફિલ્મની સ્ટોરી

રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં દર્શાવાશે કે એક રૂઢિવાદી પરિવારને જ્યારે જાણ થશે કે તેનો દીકરો ગે છે તો તેઓ તે સ્થિતિને કેવી રીતે સંભાળશે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં શરૂ થશે.

મિર્ઝાપુરમાં જોવા મળ્યો હતો દિવ્યેંદુ

દિવ્યેંદુ છેલ્લે વેબ સીરીઝ મિર્ઝાપુરમાં જોવા મળ્યો હતો. જેમાં તેણે મુન્નાનો રોલ કર્યો હતો, જે નેગેટિવ રોલ હતો. આ પહેલા તે શાહિદ કપૂર સાથે ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલૂ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/307HyK2

No comments:

Post a Comment

Pages