તૈમૂર માટે ખૂબ પ્રોટેક્ટિવ છે કરીના

કરીના કપૂર ખાન દીકરા તૈમૂરને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. તૈમૂરની નાની-નાની ક્ષણને કેમેરામાં કેદ કરવા પાપારાઝી તેની આગળ-પાછળ ફરતા રહે છે. બે વર્ષની ઉંમરે તો તૈમૂર સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો છે. તેના પ્રશંસકો કોઈ સેલિબ્રિટી કરતાં પણ વધારે છે. કરીના અને સૈફ દીકરાને મળતા મીડિયા અટેન્શનથી ચિંતિત પણ છે. તૈમૂર હંમેશા લાઈમલાઈટમાં રહેતો હોવાથી કરીના ઘણીવાર ટ્રોલ પણ થઈ છે. કરીના કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાને જવાબ આપ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ડૉક્ટરને પૂછ્યો હતો આ સવાલ

કરીનાએ એક ઈવેન્ટમાં જણાવ્યું કે, તૈમૂરના જન્મ સમયે તેણે ડૉક્ટરને શું પૂછ્યું હતું. કરીના કપૂર મધર્સ ડેની એક ઈવેન્ટમાં મહેમાન બની હતી. ત્યારે કરીનાએ કહ્યું, “જ્યારે મેં તૈમૂરને જન્મ આપ્યો ત્યારે મેં સૌથી પહેલા ડૉક્ટરને પૂછ્યું કે હું બાળકને રોગથી કેવી રીતે બચાવી શકું છું. હું જે બીમારીઓ વિશે સાંભળું છું તેનાથી બાળકને કેવી રીતે સુરક્ષા પૂરી પાડું. ત્યારે ડૉક્ટરે મને એક ચાર્ટ આપ્યો હતો. જેને હું આજ સુધી આ ચાર્ટ ફોલો કરું છું.”
ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

કરીનાને બેજવાબદાર મા ગણાવનારા ટ્રોલર્સને જડબાતોડ આપતાં એક્ટ્રેસે કહ્યું, “થોડા સમય પહેલા મને એક તસવીર માટે ટ્રોલ કરી હતી. આ તસવીરમાં હું એક પ્રાઈવેટ જેટ સામે ઊભી હતી. ટ્રોલર્સ મને કહ્યું કે, હું બેજવાબદાર મા છું જે પોતાના બાળક માટે નેની રાખે છે. તમે મારા જીવન વિશે બધું જ નથી જાણતા. એવામાં ધ્યાન રાખો કે હું તમને એ આંગળી બતાવી રહી છું જે મારા દિમાગમાં રહે છે.”
આ ફિલ્મોમાં જોવા મળશે કરીના

વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર હવે અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે. આ સિવાય કરીના કપૂર ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ખાન સાથે જોવા મળશે. આ સિવાય કરીના કરણ જોહરની પીરિયડ ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. કરીના ઉપરાંત ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, જ્હાન્વી કપૂર, અનિલ કપૂર, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર જોવા મળશે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2HeXcMv
No comments:
Post a Comment