‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’

સ્ટાર પ્લસની પોપ્યુલર ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ છેલ્લા 10 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ટીઆરપી રેટિંગ્સમાં પણ શો ટોપ પર છે. શોએ હાલમાં જ 2900 એપિસોડ પૂરા કર્યા. આ શો દર્શકોને પણ ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
શોમાં આવશે 5 વર્ષનો લીપ?

રિપોર્ટ પ્રમાણે શોમાં 5 વર્ષનો લીપ આવવાનો છે. જો કે તે કેવી રીતે અને ક્યારથી શરૂ થશે તે વાતનો ખુલાસો હજુ સુધી થયો નથી.
શોનો નવો પ્રોમો કરાયો રિલીઝ
They say fights don’t create problems, doubts do. Is it the same in case of #Kaira? #YehRishtaKyaKehlataHai, Mon-Fri at 9:30pm on StarPlus and also on Hotstar – https://t.co/HnHE033JAj @shivangijoshi10 @momo_mohsin pic.twitter.com/ljVaW3oQkn
— StarPlus (@StarPlus) 15 May 2019
સ્ટાર પ્લસે ટ્વિટર એક પ્રોમો શેર કર્યો છે. આ પ્રોમોમાં નાયરા કાર્તિકની રાહ જોતી જોવા મળી અને તેના માટે કંઈક સ્પેશિયલ પ્લાન પણ કરી રહી છે. ત્યારે જ કાર્તિક આવે છે અને નાયરાના પગમાં પડી કહે છે કે, ‘આઈ લવ યૂ નાયરા, એક વાત પૂછવી હતી. શું તે એ દિવસે રાત્રે તે આદમી સાથે હતી’. જેનો જવાબ આપતા નાયરા કહે છે કે, ‘તુ બરાબર વિચારે છે’ અને આટલું કહી નાયરા ત્યાંથી જતી રહે છે. તો શું આવનારા એપિસોડમાં કાર્તિક અને નાયરા ફરીથી અલગ થઈ જશે? તો તે જોવું હવે રસપ્રદ રહેશે. આ પહેલા પણ તેઓ ઘણીવાર અલગ થઈ ચૂક્યા છે.
નાયરા-કાર્તિક થશે અલગ?

હાલના એપિસોડમાં નાયરાના પ્રોફેશનલ ફ્રંટ પર ફોકસ કરવામાં આવ્યું છે. નાયરાના કામના કારણે તેની મેરિડ લાઈફ ડિસ્ટર્બ થઈ રહી છે. જેના કારણે કાર્તિક અને નાયરા વચ્ચે તકલીફો વધી રહી છે. નાયરાને મળી રહેલી સફળતાના કારણે કાર્તિકને ઈર્ષ્યા થઈ રહી છે, જેના કારણે તેમના વચ્ચે અંતર વધી રહ્યું છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2WRAsY5
No comments:
Post a Comment