છ વર્ષના રિલેશન બાદ તૂટી સગાઈ

ટીવી સ્ટાર માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલની સગાઈ તૂટી ગઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. માનસી અને મોહીત છેલ્લા છ વર્ષથી રિલેશનશિપમાં હતા, પરંતુ હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. કપલે 2016માં સગાઈ કરી હતી. સગાઈના અઢી વર્ષ બાદ સંબંધમાં પૂર્ણ વિરામ મુકવાનો નિર્ણય લીધો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘અમે ભેગા મળી લીધો નિર્ણય’

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે કરેલી વાતચીત દરમિયાન માનસીએ કહ્યું કે, ‘હાં, અમે અલગ થઈ ગયા છે. ક્યારેક-ક્યારેક કેટલીક વસ્તુઓનો કોઈ મતલબ હોતો નથી અને અમે પણ તે વાતનો સ્વીકાર કરી લીધો છે કે અમે એકબીજા માટે બન્યા નથી. અમને એકબીજા માટે કોઈ ફિલિંગ નથી. મોહિત અને હું એકબીજા વિશે ક્યારેય કંઈ ખોટુ બોલ્યા નથી અને અમે તેમ કરવા માગતા પણ નથી. આ સિવાય મને મારા અંગત જીવન વિશે વાત કરવામાં કોઈ રસ નથી અને તેને ગુપ્ત રાખવામાં જ માનું છું’.
ઈન્સ્ટાગ્રામ પર કર્યો અનફોલો

માનવી શ્રીવાસ્તવ અને મોહિત અબરોલે એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને એકબીજાને સંપર્કમાં નથી. તો બંનેએ સગાઈના ફોટો પણ ડિલીટ કરી દીધા છે.
આ શોમાં કરી ચૂક્યા છે કામ

વર્કફ્રંટની વાત કરીએ તો ઈશ્કબાઝ ફેમ માનસી હાલ દિવ્યા-દ્રષ્ટિમાં જોવા મળી રહી છે. આ સિવાય માનસી દો દિલ બંધે એક ડોરી સે, સસુરાલ સિમર કા, પિટરસન હિલ જેવા હિટ શોમાં કામ કરી ચૂકી છે. તો મોહિત પોરસમાં પોરસમાં કરી ચૂક્યો હતો. આ સિવાય એક્ટર બાલિકા વધૂ, મેરી આશિકી તુમસે હૈ અને તન્હાઈયામાં જોવા મળ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/30i5PNC
No comments:
Post a Comment