Latest

Friday, May 24, 2019

સવારે ઉઠીને કરો આ કામ, જીવનમાં ક્યારેય નહીં આવે આર્થિક તંગી

ભરેલો રહેશે ધનનો ભંડાર

જીવનમાં આર્થિક રીતે સંપન્ન હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને આજના સમયમાં આર્થિક સંપન્નતા જરૂરી છે. ધન પ્રાપ્તિ માટે સારું શિક્ષણ મેળવવાથી લઈ યોગ્ય નોકરી કે વ્યવસાય પસંદ કરીએ છીએ. જો કે કર્મક્ષેત્રની સાથે કેટલાક ઉપાય કરી લેશો અપાર ધનની વર્ષા થશે. વાંચીને અજીબ લાગશે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આનો ઉપાય સૂચવવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ ટિપ્સ અપનાવશો તો જીવનમાં ક્યારેય ધન નહીં ખૂટે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પ્રવેશદ્વારથી ધનનું આગમન

પ્રવેશદ્વારનું મહત્વ ઘરની અંદર પ્રવેશવા માટે છે તેટલું જ ધનની વૃદ્ધિ માટે પણ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો આર્થિક સંપન્નાતા જોઈતો હોય તો મુખ્ય દ્વાર પર ડાર્ક રંગ કરાવો. જો કે દરવાજાનો રંગ કાળો ન હોવો જોઈએ. શુભ રંગ ગણાતા લાલ અને મરૂન રંગ પર પસંદગી ઉતારી શકો છો. આ ઉપાયથી ધનમાં વૃદ્ધિ થશે. યાદ રાખો કે સવારે ઉઠો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલતી વખતે મા લક્ષ્મીનું સ્મરણ કરો અને પછી દરવાજો ખોલો.

મા લક્ષ્મીની વિશેષ કૃપા

જો તમારા પ્રવેશ દ્વાર પર કોઈ બીજો રંગ હોય તો તેનો પણ ઉપાય છે. શુભ રંગ ગણાતા લાલ કે મરૂન રંગની પ્રવેશદ્વાર પર ડિઝાઈન બનાવી દો અથવા તો મા લક્ષ્મીની તસવીર લગાવો. આમ કરવાથી માતાની વિશેષ કૃપા મળશે. સવારે જ્યારે દરવાજો ખોલો ક્યારે લક્ષ્મી માતાની તસવીર જોઈને તેમને નમન કરો.

આ પ્રતિક લગાવો

ઘરના પ્રવેશદ્વાર પર ઓમ, શ્રીગણેશ, મા લક્ષ્મી અને શુભ-લાભના પ્રતિક ચિહ્નો લગાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને નકારાત્મક ઉર્જાનો વિનાશ થશે. યાદ રાખો કે જ્યારે પણ ઘરનો દરવાજો ખોલો ત્યારે આ ચિહ્નોને પ્રણામ કરો. આ કામ નિયમિત રીતે કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થશે.

આ છોડ લાવશે અપાર ધન

ઘરના પ્રવેશદ્વારની સામે જ તુલસી કે ચમેલીનો છોડ લગાવો. સવારે ઉઠતાં જ આ છોડના દર્શન કરો. સાંજે નિયમિતપણે તુલસી માતાની પાસે દીવો કરો. આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યની તંગી નહીં સર્જાય.

આ ટિપ્સ અજમાવી શકો છો

સવારે ઉઠ્યા બાદ અને નાસ્તો કરતાં પહેલા નાભિ પર ગુલાબનું અત્તર લગાવો. યાદ રાખો કે આ અત્તર ઘરના મંદિરમાં મા ભગવતીને ચડાવ્યા બાદ જ લગાવવું. આ પ્રયોગથી જીવનમાં ક્યારેય ધનની કમી નહીં સર્જાય.



from Page Array – I Am Gujarat http://bit.ly/2W1zUCs

No comments:

Post a Comment

Pages