ટ્વીટર યુઝરે પકડ્યું અક્ષયનું જુઠ્ઠાણું

અક્ષય કુમારે કેનેડિયન સિટિઝનશીપ પર ચાલી રહેલા બબાલ વચ્ચે એક સોશિયલ મીડિયા યુઝરે તેના પર ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે. યુઝરે પોતાની વાત સાચી સાબિત કરવા માટે કેટલાક ટ્વીટ્સ પણ કર્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ટ્વીટ કરીને આપ્યા કેનેડા જવાના પુરાવા

હકીકતમાં અક્ષય કુમારની નાગરિકતા પર ચાલી રહેલા વિવાદ વચ્ચે તેણે એક ક્લેરિફિકેશન ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે તે 7 વર્ષથી કેનેડા નથી ગયો. તેના પર એક સોશિયલ મીડિયા યુઝરે અક્ષય પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો અને ટ્વીટ શેર કર્યું. તેમાંથી એક ટ્વીટ સિંગર મીકાનું છે. આ 9 માર્ચ 2014નું ટ્વીટ છે. મીકાએ ટ્વીટ કર્યું છે, ગુડમોર્નિંગ. અક્ષય કુમાર, રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી, રાહુલ ખન્ના સાથે શાનદાર પાર્ટી કરી. મીકાએ ટ્વીટમાં હેશટેગ આપ્યું છે કિશોર લૂલા ટોરેન્ટો.
એક લગ્ન સમારોહમાં પણ આપી હાજરી

બીજા સ્ક્રીનશોટમાં અક્ષય કુમાર ટોરન્ટોની એક હોટલમાં ટીના વિરમાનીના સંગીતમાં અને એક તસવીરમાં લગ્નમાં જોવા મળી રહ્યો છે.
કેનેડિયન પાસપોર્ટ પર અક્ષયે આપી હતી પ્રતિક્રિયા
— Akshay Kumar (@akshaykumar) May 3, 2019
અક્ષયે ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, મને ખબર નથી પડતી કે મારી નાગરિકતાને લને લોકો કારણ વિના નેગેટિવિટી કેમ ફેલાવી રહ્યા છે. મેં ક્યારેય નથી છુપાવ્યું કે મારી પાસે કેનેડાનો પાસપોર્ટ છે. આ વાત પણ સાચી છે કે હું પાછલા સાત વર્ષથી કેનેડા નથી ગયો. હું ભારતમાં કામ કરું છું, અને મારો બધો ટેક્સ ભારતમાં જ ભરું છું. આટલા વર્ષોમાં મારે ક્યારેય ભારત માટે મારો પ્રેમ સાબિત નથી કરવો પડ્યો. આ નિરાશ કરનારી વાત છે કે કોઈ કારણ વિના મારી નાગિકતા પર વારંવાર વિવાદમાં કરવામાં આવી રહ્યો છે. આ મામલો પર્નનલ, લીગલ, નોન પોલિટિકલ હોવાની સાથે એવો છે જેની સાથે કોઈએ મતલબ ન હોવો જોઈએ. અંતમાં હું તે નાની નાની વસ્તુઓમાં પોતાનું યોગદાન આપતો રહીશ અને ભારતને મજબૂત બનાવતો રહીશ.
કેવી રીતે બહાર આવ્યો નાગરિકતાનો મુદ્દો

અક્ષયની નાગરિકતાને લઈને સવાલ આ ચૂંટણી દરમિયાન ત્યારે ઉઠ્યો જ્યારે તે પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે વોટ આપવા માટે ન પહોંચ્યો.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2VrKjY9
No comments:
Post a Comment