પૉલ જ્હોન, અમદાવાદ: ગુજરાતની બલિહારી ગણો કે બીજું કંઈ, પરંતુ હકીકત એ છે કે આ ઉનાળામાં પાણીથી સ્મૃદ્ધ મનાતા તાપી જિલ્લામાં કચ્છ જિલ્લા કરતા વધુ ગામડાં ટેન્કરથી પાણી મેળવી રહ્યાં છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા અપાયેલા આંકડાં અનુસાર, 1 મે 2019 સુધીમાં તાપી જિલ્લાના 105 ગામડાંમાં ટેન્કરથી પાણી પહોંચાડાઈ રહ્યું છે.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
વિજય રુપાણીના હોમ ટાઉન રાજકોટ જિલ્લામાં પણ સ્થિતિ સારી નથી. અહીં માત્ર 31 ગામડાં માટે ટેન્કરોએ 391 ટ્રીપ લગાવી હતી. કચ્છ જિલ્લાનો પાણીની તંગીનો સામનો કરતા ગામડાંમાં બીજો નંબર આવે છે. અહીં 74 ગામડામાં પાણીનો એક માત્ર આધાર ટેન્કર છે. જ્યારે, વલસાડ જેવા પાણીથી સમૃદ્ધ મનાતા જિલ્લામાં પણ 58 ગામો ટેન્કરથી પાણી મેળવી રહ્યાં છે.
1 મેના આંકડા અનુસાર, ગુજરાતના 14 જિલ્લાના 62 તાલુકામાં પાણીની અછત છે, અને અહીં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાઈ રહ્યું છે. આ આંકડો આવનારા સમયમાં વધે તેવી શક્યતા છે. ગુજરાતમાં પાણીની તંગી કોઈ આજકાલની વાત નથી. પરંતુ દર વખતે સરકાર પહેલો વરસાદ પડતાં જ પાણીના પ્રશ્નને જ ભૂલી જાય છે.
સિંચાઈ વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, પીવાના પાણીની નવી પાઈપલાઈનો નાખવાના પ્રોજેક્ટ્સ દર વખતે પાણીનું સંકત માથે આવીને ઉભું ન રહે ત્યાં સુધી ખેંચવામાં આવે છે. આ કારણે જ રાજ્યના ગામડાં આજની તારીખે પણ પાણી માટે વલખાં મારી રહ્યાં છે. હાલ ગુજરાતમાં 561 ગામડાંમાં ટેન્કરથી પાણી પહોંચાડાઈ રહ્યું છે, જેમાંથી 334 ટેન્કર ખાનગી માલિકીના છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2Yi2vAq
No comments:
Post a Comment