Latest

Monday, May 20, 2019

સલમાને જાહેરમાં કેટરીના સાથે કરી આવી હરકત, આવું તો કોઈ પત્ની માટે પણ ન કરે

સોન્ગના લોન્ચિંગમાં પહોંચ્યા સલમાન-કેટ

બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલ પોતાની આગામી ફિલ્મ ‘ભારત’ને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કેટરીના તેમજ સલમાન ખાન લીડ રોલમાં છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું સોન્ગ ‘ઝિંદા’ રિલીઝ કરવામા આવ્યું હતું. આ સોન્ગના લોન્ચિંગ માટે સલમાન અને કેટરીના પણ પહોંચ્યા હતા. આ દરમિયાન ભાઈ જાને એવું કંઈક કર્યું કે જેના સમાચાર વહેતા થઈ ગયા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સલમાન આ શું કરી રહ્યો છો?

આ ઈવેન્ટ દરમિયાન કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. ઈવેન્ટમાં કેટરીના સાડી પહેરીને આવી હતી, જ્યાં તેની સાડી ખરાબ થઈ તો સલમાન નીચે વળીને તે ઠીક કરવા લાગ્યો. સલમાન અને કેટરીનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરને લઈને ફેન્સ પણ અલગ-અલગ અટકળો લગાવી રહ્યા છે.

કેટરીનાનો ચોંકાવનારો ખુલાસો

આ ઈવેન્ટ દરમિયાન કેટરીનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે તે જાણી જોઈને સલમાનના ઈન્સ્ટાગ્રામ પરની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતી નથી. જે બાદ સલમાને મજાક કરતાં કહ્યું કે, ‘તો પછી તું કોની તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરે છે’.

સલમાનની GF રહી ચૂકી છે કેટરીના

આ વાત સૌ કોઈ જાણે છે કે કેટરીના દબંગ ખાનની ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે. બ્રેકઅપ બાદ પણ બંનેનું આવું બોન્ડિંગ જોઈને ફેન્સ પણ ખુશ છે. ફિલ્મ ‘ભારત’નું ડાયરેક્શ અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. ફિલ્મમાં છ દશકા સુધી એક વ્યક્તિની જર્ની કેવી રીતે તે વિશે દર્શાવવામાં આવશે. ફિલ્મ 5 જૂને રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JtyZnL

No comments:

Post a Comment

Pages