રીલિઝ થયું ગુજરાતી ટ્રેલર

કાર અને સ્ટંટ સાથેની ભરપૂર ‘Fast & Furious’ની સીરિઝને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ સીરિઝ પોતાના કાર સ્ટન્ટ અને કેરેક્ટરથી લોકોમાં ખૂબ જ ફેમસ છે. થોડા સમય પહેલા જ સીરિઝની આઠ ફિલ્મ્સ આવ્યાં પછી હવે નવમી ફિલ્મ ‘હોબ્સ એન્ડ શૉ’નું ટ્રેલર પણ સામે આવ્યું હતું. જોકે, હવે આ ફિલ્મનું ટ્રેલર ગુજરાતીમાં રીલિઝ કરવામાં આવ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
દસ ભાષામાં રીલિઝ થયું ટ્રેલર

આ ફિલ્મનું નવું ટ્રેલર દસ ભાષામાં રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, હિંદી, તામિલ, તેલુગુ, મરાઠી, ભોજપુરી, પંજાબી, મલયાલમ, કનાડા અને બંગાળીનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં લીડ રોલમાં ડ્વાઈન જ્હોનસન એટલે કે ‘ધ રોક’ અને ‘ટ્રાન્સપોર્ટર’ ફેમ જેસન સ્ટેધમની જોડી પડદા પર ગુજરાતીમાં ડાયલોગ બોલીને તરખાટ મચાવતાં જોવા મળશે.
‘હોબ્સ એન્ડ શૉ’ની જોડીનો દમ

‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ સીરિઝની આ સ્પિન ઓફ ફિલ્મ છે. જેમાં લ્યૂક હોબ્સના રોલમાં ડ્વાઈન જ્હોનસન અને ડેકોર્ડ શૉના રોલમાં જેસન સ્ટેધમ જોવા મળશે. આ ગુજરાતી ટ્રેલરમાં અનેક ધમાકેદાર સ્ટન્ટ સીન અને મસ્તીભર્યા ડાયલોગ પણ છે. નોંધનીય છે કે ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ સીરિઝની ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ બન્ને એકબીજાની સામે પણ જોવાનું પસંદ નથી કરતાં તો હવે જોવું એ રહ્યું કે કેવી રીતે આ બન્ને એકસાથે મિશનને પૂરું કરશે.
ધમાકેદાર ગુજરાતી ડાયલોગ

આ ગુજરાતી ટ્રેલરમાં ‘મારો લાલો ઘરે આવી ગયો’, ‘ભાઈ લોગને જોઈને ચડ્ડી ભીની થઈ ગઈ?’ જેવા ડાયલોગ પણ સાંભળવા મળે છે. ધ રોક અને જેસન સ્ટેધમ પહેલીવાર ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7માં સાથે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ 2015માં રીલિઝ થઈ હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. ફિલ્મના ટ્રેલરમાં આ બન્નેના મોઢેથી ગુજરાતી ડાયલોગ પણ સાંભળવા મળે છે.
જોઈ લો ગુજરાતી ટ્રેલર
from Dhollywood News in Gujarati: Latest Dhollywood News, Read Breaking Dhollywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2YmOVf6
via IFTTT
No comments:
Post a Comment