Latest

Sunday, May 19, 2019

Cannes Festivalમાં હિના ખાનનો બોલ્ડ લૂક, મેટેલિક ગાઉનમાં જીતી લીધા બધાના દિલ

Cannes Festivalમાં હિના ખાન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019ના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યા બાદ હિના ખાન બીજીવાર રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જાદૂ વિખેરતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ પોતાની પહેલી બોલિવુડ ફિલ્મ લાઈન્સના પ્રોમો માટે કાન્સ પહોંચી છે. હિના ખાન આ વખતે કાન્સના પાંચમાં દિવસે બીજીવાર રેડ કાર્પેટ પર વોક કરતી જોવા મળી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ડાર્ક સિલ્વર મેટેલિક ગાઉનમાં હિના

હિના ખાને આ વખતે રેડ કાર્પેટ માટે ડાર્ક સિલ્વર મેટેલિક Alin Le’ Kal ગાઉનને પસંદ કર્યું. જેની સાથએ તેણે માત્ર ઈયરરિંગ્સ જ પહેરી હતી. હિના ખાનનો આ સિલ્ટ સિલ્વર ગાઉન તેના ટોન્ડ ફિગરને વધારે સુંદર બનાવી રહ્યું હતું. રેડ કાર્પેટ પર હિના એ રીતે ચાલી રહી હતી જેના પરથી જોનારને એવું જ લાગે કે તેને વર્ષોનો અનુભવ છે.

કેમેરા સામે આપ્યા પોઝ

હિના ખાન પોતાના આઉટફિટમાં એકદમ કોન્ફિડન્ટ લાગી રહી હતી. તેની હેરસ્ટાઈલની વાત કરીએ તો હિનાએ આગળના થોડા વાળ બાંધીને રાખ્યા હતા જ્યારે બાકીના વાળ ખુલ્લા રાખ્યા હતા. હિના ખાન એકદમ સ્ટાઈલિશ અને બોલ્ડ લાગી રહી હતી.

‘કસૌટી…’માંથી લીધો બ્રેક

આ પહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે રેડ કાર્પેટ પર હિના ખાને ડીપ નેક હેવી એમ્બેલિશ્ડ ગ્રે ગાઉન પહેરી ડેબ્યૂ કર્યું હતું. ડીપ નેક ગાઉન Ziad Nakadએ ડિઝાઈન કર્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં જ કસૌટી ઝિંદગી કી 2ના સેટ પર તેને ફેરવેલ આપવામાં આવી હતી. શોમાં તે કોમોલિકાનો રોલ કરી રહી હતી.

ધમાકેદાર એન્ટ્રી સાથે થશે કમ બેક

હિના ખાન ‘કસૌટી ઝિંદગી કી 2’ શરૂ થઈ ત્યારથી જ તેના રોલને લઈને સતત ચર્ચામાં હતી. વચ્ચે એવા સમાચાર હતા કે હિના હવે ક્યારેય શોમાં પરત નહીં ફરે. પરંતુ એક્ટ્રેસે જણાવ્યું હતું કે હું શોને છોડી નથી રહી, બ્રેક લઈ રહી છું. મારા બોલિવુડના પ્રોજેકટ પૂરા થશે એટલે તરત જ હું શોમાં ધમાકેદાર એન્ટ્રી સાથે પરત ફરીશ.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2HqusQT

No comments:

Post a Comment

Pages