CBSEએ જાહેર કર્યું ધોરણ 10નું પરિણામ

CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને આજે લોકોને ચોંકાવી દીધા. આ વખતે કુલ 500 માર્ક્સમાંથી 499 માર્ક્સ મેળવીને 13 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. ક્ષેત્ર અનુસાર પરિણામ મુજબ ત્રિવેન્દ્રમ (99.85%), ચેન્નઈ (99%) અને અજમેર રીજન (95.89%) અનુક્રમે પ્રથમ, દ્વિતિય અને ત્રીજા સ્થાને રહ્યા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓ ઝળક્યા
Total pass percentage in CBSE Class-10th Exams is 91.1 %; Trivandrum (99.85%), Chennai (99%), Ajmer (95.89%) are top three regions. pic.twitter.com/JBpHZGF0q1
— ANI (@ANI) May 6, 2019
આ વખતે CBSEના ધોરણ 10ના પરિણામમાં પ્રથમ ક્રમાંકે 13 વિદ્યાર્થીઓએ 500માંથી 499 ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા ક્રમાંકે 498 ગુણ સાથે 25 વિદ્યાર્થીઓ અને ત્રીજા સ્થાને 58 વિદ્યાર્થીઓ છે. પ્રથમ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓમાં 13 પૈકી 6 વિદ્યાર્થિનીઓ અને 7 વિદ્યાર્થીઓ છે. CBSEના ધોરણ 10ના પરિણામમાં આ વખતે કુલ 91.1% વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ રીતે તમે જોઈ શકો છો પરિણામ

ધોરણ 12ના પરિણામની માફક જ CBSEએ ધોરણ 10નું પરિણામ જાહેર કરીને લોકોને સરપ્રાઈઝ આપી છે. તમે ધોરણ 10નું પરિણામ http://bit.ly/2Lmew61 પર જોઈ શકો છો. આ સિવાય વિદ્યાર્થીઓ આ પરિણામને ઓફિશિયલ વેબસાઈટ results.nic.in, cbseresults.nic.in અને cbse.nic.in પર પણ જોઈ શકે છે.
સ્મૃતિ ઈરાનીના પુત્રીનું પરિણામ પણ સારું રહ્યું
10 th board results out . Daughter scored 82% . Proud that inspite of challenges she has done well. Way to go Zoe.
— Chowkidar Smriti Z Irani (@smritiirani) May 6, 2019
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના પુત્રીએ CBSE બોર્ડની ધોરણ 10ની એક્ઝામમાં 82 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2vDVX2N
No comments:
Post a Comment