ચૂંટણી પરિણામ પહેલા મોદીને જીતની શુભેચ્છા

પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બનવાની નિકટ છે. અત્યાર સુધીના બધા એક્ઝિટ પોલ આ લોકસભા ચૂંટણીમાં ફરીવાર મોદી સરકાર બનવાના સંકેતો મળ્યા હતા. જેના કારણે બોલિવૂડ એક્ટ્રેસ કોએના મિત્રાએ સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવતો એક ફોટો શેર કર્યો છે અને એક હેશટેગ શરૂ કર્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બોલિવૂડ એક્ટ્રેસે પાઠવી શુભેચ્છા
Congratulations in advance!!! @narendramodi#ChowkidarKoolHai. pic.twitter.com/5lwCcBVKiH
— Koena Mitra (@koenamitra) May 22, 2019
કોએના મિત્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે, ‘ નરેન્દ્ર મોદીની જીતની એડવાન્સમાં શુભેચ્છાઓ’. આ બાદ તેણે એક હેશટેગ રાખ્યો છે, ‘ #ChowkidarKoolHai’. કોએનાએ પોતાની પોસ્ટમાં મોદીની એક તસવીરે શેર કરી છે. જેમાં તેઓ કેદારનાથની ગુફામાં ધ્યાન લગાવીને ભગવા વસ્ત્ર ઓઢીને બેસેલા દેખાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ખતમ થયેલી લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રી મોદીની બમ્પર જીતની આશંકા કરાઈ રહી છે.
બીજેપીને મળી રહી છે જીતની શુભકામના

એવું પણ કહેવાઈ રહ્યું હતું કે આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર 300નો આંકડો પાર કરી શકે છે. જેના કારણે સોશિયલ મીડિયામાં લોકોએ તેમના અનુમાન અનુસાર મોદીને જીતની શુભકામના પાઠવવાનું શરૂ કરી દીધું.
મતગણતરીમાં NDA ટ્રેન્ડમાં

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામ માટે થઈ રહેલી મતગણતરીમાં સવારથી જ NDAને લીડ મળી ગઈ હતી. જેના પરથી અણસાર લગાવી શકાય છે કે ભાજપ ફરીએકવાર પૂર્ણ બહુમતિ સાથે સરકાર બનાવી શકે છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JzI1jm
No comments:
Post a Comment