Latest

Saturday, May 11, 2019

CSK VS DC: આ કારણે ધોનીને કહેવાય છે DRSનો કિંગ

DRS ‘ધોની રિવ્યૂ સિસ્ટમ’

DRS (ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ)ને ઘણાં લોકો મજાકમાં ધોની રિવ્યૂ સિસ્ટમ પણ કહે છે. ક્રિકેટને ધોની એટલી સારી રીતે સમજે છે કે મોટાભાગના તેના નિર્ણયો સાચા સાબિત થયા છે. તેનું એક ઉદાહરણ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે આઈપીએલ 2019ના બીજા ક્વૉલિફાયર દરમિયાન જોવા મળ્યું કે જ્યારે તેણે દિલ્હી કેપિટલ્સના યુવા બેટ્સમેન પૃથ્વી સૉ વિરુધ્ધ આ પગલું લીધું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ કારણે ધોનીને કહેવાય છે DRSનો કિંગ

શુક્રવારના રોજ વિશાખાપટ્ટનમમાં પૃથ્વી સૉ 5 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે ઝડપી બોલર દીપક ચહરનો એક બોલ તેના પેડ સાથે અથડાયો. ત્યારબાદ બોલર અને ધોનીએ જોરદાર અપીલ કરી પણ ઑન ફીલ્ડ અમ્પાયર એસ. રવિએ પૃથ્વી સૉને નોટ આઉટ આપ્યો. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે બોલ વિકેટોની ઉપરથી જઈ રહ્યો છે. પણ ધોનીએ તેના પર રિવ્યુ લેવાનો નિર્ણય કર્યો. રીપ્લેમાં સ્પષ્ટ થઈ ગયું કે બોલ વિકેટોને અથડાઈ રહ્યો હતો. ફરી એકવખત ધોનીનો નિર્ણય સાચો સાબિત થયો.

ચેન્નઈ સાત ફાઈનલ મેચ રમી ચૂકી છે

વર્ષ 2012 બાદ પહેલી વખત પ્લેઓફમાં પહોંચેલી દિલ્હીની ટીમે બુધવારના રોજ એલિમિનેટરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી હતી. દિલ્હીની ટીમ ક્યારેય પણ ફાઈનલ સુધી પહોંચી શકી નથી જ્યારે ત્રણ વખત ચેમ્પિયન ટીમ ચેન્નઈ સાત ફાઈનલ મેચ રમી ચૂકી છે.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2HcjQVE

No comments:

Post a Comment

Pages