Latest

Thursday, May 2, 2019

ધોનીને આ નામથી બોલાવે છે CSKના ફેન્સ, આવો થાય છે તેનો અર્થ

CSKના ચાહકોએ ધોનીને આપ્યું નવું નામ

મહેન્દ્ર સિંહ ધોનીને દુનિયા ‘માહી’ અને ‘કેપ્ટન કૂલ’ના નામથી ઓળખે છે. પરંતુ આઈપીએલ ટીમ ‘ચેન્નઈ સુપર કિંગ્સ’ના ફેન્સ તેમને એક ખાસ નામથી બોલાવે છે. જો તમે ચેન્નઈ સુપર કિંગ્સના ફેન છો, તો ધોનીના આ નિકનેમ વિશે જાણતા જ હશો. જાણો ધોની આ નામ વિશે શું વિચારે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ નામથી બોલાવે છે CSKના ફેન્સ

બુધવારે રમાયેલી આઈપીએલ મેચની પ્રેઝન્ટેશન સેરેમનીમાં ધોનીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે દક્ષિણ ભારતના ફેન્સ તેમને ‘થલા’ કહીને બોલાવે છે, તો કેવું લાગે છે? જેનાં જવાબમાં ધોનીએ કહ્યું કે, તે ભાગ્યશાળી છે કે તેને આ નામ મળ્યું. તેણે કહ્યું કે આ માત્ર નામ જ નથી, એક જવાબદારી પણ છે. તેણે આગળ કહ્યું કે, ‘જ્યારે હું દક્ષિણ ભારતમાં હોઉ છું, તો લોકો મને મારા અસલી નામની જગ્યાએ ‘થલા’ કહીને બોલાવે છે. આ શબ્દ સાંભળતાની સાથે જ હું સમજી જાઉ છું કે કોઈ મને બોલાવી રહ્યું છે’.

‘થલા’ નામનો આવો છે અર્થ

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને પ્રેમથી લોકો ‘થલાઈવા’ કહે છે. જેના કારણે ક્રિકેટની દુનિયામાં ‘કેપ્ટન કૂલ’થી જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને દક્ષિણ ભારતના લોકો થલા કહીને બોલાવે છે, જેનો અર્થ થાય છે બોસ.

ધોનીએ ફેન્સનો માન્યો આભાર

‘આઈપીએલ 2019’માં જો કોઈ ટીમની બોલબાલા હોય તો તે છે ચેન્નઈ સુપર કિંગ્સ. આ ટીમના સૌથી વધારે ફેન્સ છે, આ ટીમે ચેન્નઈમાં પોતાની અંતિમ મેચ રમી હતી. આ દરમિયાન ટીમના ખેલાડીઓ સહિત સ્ટેડિયમમાં અલગ માહોલ જોવા મળ્યો. મેચ બાદ ટીમે પોતાના ચાહકોનો પણ આભાર માન્યો હતો.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2GX4cxi

No comments:

Post a Comment

Pages