દાવો
સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે દાવો કરવામાં આવે છે કે ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર ફરી સત્તામાં આવતા એક ભારતીય કરોડપતિએ ખુશ થઈને ન્યૂયોર્કના ડાયમન્ડ માર્કેટ વિસ્તારમાં લગભગ 1 લાખ ડોલર એટલે કે 69 લાખ 67 હજાર 795 રુપિયાની નોટ હવામાં ઉડાવી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ટાઈમ્સ ફેક્ટ ચેકના વોટ્સએપ નંબર પર મળ્યો વીડિયો
વીડિયોમાં એક વ્યક્તિને ડૉલરની નોટ ઉડાવતો જોઈ શકાય છે અને અનેક લોકો રુપિયા લેવા માટે દોટ મુકતા જોવા મળે છે. ટાઇમ્સ ફેક્ટ ચેકને આ વીડિયો તેના વોટ્સએપ નંબર 8527001433 પર મળ્યો હતો. ફેસબુક અને ટ્વિટર સોશિયલ મીડિયા પર પણ યુઝર્સે આ વીડિયો આવા જ દાવા સાથે શેર કર્યો હતો.
વેરિફાઇડ એકાઉન્ટ પરથી પણ શેર થયો વીડિયો
New York man giving $100,000 to celebrate Modi win pic.twitter.com/rWQkDR7ZnI
— Rajiv Malhotra (@RajivMessage) May 24, 2019
ટ્વિટર પર વેરિફાઇડ યુઝર રાજીવ મલ્હોત્રા જેમના લગભગ 2 લાખ જેટલા ફોલોઅર્સ છે તેમણે પણ આ વીડિયો શેર કર્યો હતો. યૂટ્યુબ પર પણ આ વીડિયો બની અપલોડ કરવામાં આવ્યો છે. તો ફેસબૂક પર પણ અનેક યુઝર્સે આ વીડિયો આ જ પ્રકારના દાવા સાથે શેર કર્યો છે.
સત્ય શું છે?
આ વાયરલ વીડિયો અને મોદી અને NDAના લોકસભા ચૂંટણી 2019 જીતવા સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો 15 મેનો છે જ્યારે ત્યારે ભારતમાં તો લોકસબા ચૂંટણીનો અંતિમ તબક્કાનું મતદાન પણ બાકી હતું. આ વીડિયો ફેક નથી પરંતુ તેને ખોટા દાવા સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેમજ હવામાં ડૉલરની નોટ ઉડાવતો વ્યક્તિ ભારતીય નહીં પરંતુ આફ્રિકન અમેરિકન રેપર અને મ્યુઝિક પ્રોડ્યુસર જો કુશ છે.
કઈ રીતે કરી તપાસ?
યૂટ્યુબ પર સાવ સહેલી રીતે ‘Money throw New York’ કીવર્ડ સર્ચ કરતા અમને 15 મેના રોજ અપલોડ થયેલો વીડિયો મળ્યો. જેનું કેપ્શન હતું ‘Money Shower – The God Joe Kush throwing real $5 Bills on 47th street in the diamonds district in NY’. જો કુશ ખૂબ જાણીતા મ્યુઝિશિયન છે. તેમજ અમને જો કુશના ફેસબુક પ્રોફાઇલ પર આ જ ઘટનાનો બીજા એન્ગલથી શૂટ કરેલો વીડિયો પણ મળ્યો. આ વીડિયો 17 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
નિષ્કર્ષ
ટાઇમ્સ ફેક્ટના ચેકમાં સામે આવ્યું કે નરેન્દ્ર મોદીની જીતથી ખુશ થઈને ન્યૂયોર્કના રસ્તા પર ભારતીય દ્વારા ડૉલરના વરસાદનો દાવો ખોટો છે. જ્યારે તેની સાથે શેર કરવામાં આવતા વીડિયોને લોકસભા ચૂંટણી 2019 સાથે કોઈ સંબંધ નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2W0rmH6
No comments:
Post a Comment