Latest

Friday, May 3, 2019

ઓડિશામાં FANIનો કહેર: અત્યાર સુધીમાં 3નાં મોત, 12 લાખ લોકોનું સ્થળાંતર

ભૂવનેશ્વર/નવી દિલ્હી: FANI વાવાઝોડાંને કારણે ભારે વરસાદ અને લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ઓડિશામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ભયાનક વાવાઝોડાંને કારણે ઠેકઠેકાણે વૃક્ષો ઉખડી ગયા છે, ઝૂંપડાં તબાર થઈ ગયા છે અને પુરી શહેરના અનેક વિસ્તારો ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબી ગયા છે. આ કુદરતી કહેરના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

હાલ મળી રહેલી વિગતો અનુસાર, હવે વાવાઝોડાંની ઝડપ હવે ધીમે પડવા લાગી છે. જોકે, નુક્સાનનું હજુ સુધી આકલન થઈ શક્યું નથી. ત્રણ દાયકા બાદ આવેલા ભયાનક વાવાઝોડાંને કારણે ઓડિશામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. FANI સવારે આઠેક વાગ્યે પુરી પહોંચ્યું હતું. તેની શરુઆત 175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવનથી થઈ હતી. પવનની ઝડપ 245 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી હતી. ચક્રવાતને પહોંચવાની પ્રક્રિયા પૂરી થવામાં ત્રણેક કલાકનો સમય લાગ્યો હતો.

ફોની વાવાઝોડાને લઈને હવામાન એક્સપર્ટ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે

અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 12 લાખ લોકોને શિફ્ટ કરાઈ ચૂક્યા છે. 11 લાખ લોકોને ગુરુવારે જ સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવાયાં હતાં. લગભગ 10,000 ગામ અને 52 શહેરી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું. સરકાર દ્વારા 1 લાખથી વધારે ફુડ પેકેટ્સ પણ તૈયાર કરાયા છે, અને તેમને વિમાન તેમજ હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.

તોફાની વાવાઝોડાની વચ્ચે ભુવનેશ્વરમાં બાળકીનો જન્મ, નામ રખાયું

ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી જવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્પેશિયલ રિલીફ કમિશનર વિષ્ણુપ્રસાદ સેઠીના જણાવ્યા અનુસાર બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. એક વયોવૃદ્ધ વ્યક્તિનું મોત આશ્રયસ્થાન પર હાર્ટ અટેક આવવાના કારણે થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઝાડ પડવાના કારણે માથામાં ઈજા થતાં તેનું મોત થયું હતું.

ઓડિશા પર ત્રાટક્યું વાવાઝોડું FANI, જુઓ કેવો કહેર મચાવ્યો

એક તરફ ઓડિશામાં વાવાઝોડું નબળું પડી રહ્યું છે, ત્યારે બંગાળમાં તેની અસર વધી રહી છે. બંગાળના દીધા અને આસપાસના વિસ્તારોમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. કોલકાતા એરપોર્ટથી આવતી-જતી ફ્લાઈટ્સને બપોરે 3 વાગ્યાથી શનિવાસે સવારે 8 વાગ્યા સુધી રદ્દ કરી દેવામાં આવી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2H0zq6F

No comments:

Post a Comment

Pages