ટ્રોફી જીત્યા બાદ સામે આવ્યો Miનો વીડિયો

રવિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારે રસાકસી ભરેલી મેચમાં ચેન્નૈ સુપર કિંગ્સ સામે 1 રનથી જીત મેળવીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ચોથી વખત IPLનું ટાઈટલ જીતી લીધું. આ મેચ ધોનીના રન આઉટથી લઈને વાઈડ બોલ ન મળવા સુધી પોલાર્ડના રિએક્શન સુધીની ઘણી બાબતોના લીધે લાંબા સમય સુધી દર્શકોને યાદ રહી જશે. જોકે આ બધા વચ્ચે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સામે આવ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
KKR સામે હાર બાદ ડ્રેસિંગ રૂમમાં નીતા અંબાણી

Mi પલટન દ્વારા યુટ્યુબ પર 13મી મેએ મૂકાયેલો આ વીડિયો KKR અને MIની મેચ સમયનો છે. આ મેચમાં કોલકાતાની ટીમે 232 રનનો પહાડ જેવો ટાર્ગેટ ચેઝ કરવામાં મુંબઈની ટીમ નિષ્ફળ રહી તે બાદ આપ્યો હતો. તે સમયે ટીમના માલિક નીતા અંબાણી પોતે જ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા હતા. જે આ વીડિયોમાં દેખાય છે.
આ રીતે ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો
વીડિયોમાં નીતા અંબાણી કહી રહ્યા છે કે, ‘આપણે દરેક એકબીજા પર વિશ્વાસ રાખવો પડશે. મેં આટલા વર્ષોમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ઘણી અશક્ય મેચો જીતતા જોઈ છે. આપણે એવી ટીમનો ભાગ રહ્યા છીએ, જે સતત 5 મેચો હાર્યા બાદ ફરી ચેમ્પિયન બની હોય. અને મને વિશ્વાસ છે કે તમે બધા જ મેચ-વિનર છો. હું માત્ર એટલું ઈચ્છું છું કે તમે પોતાના અને સાથી ખેલાડીમાં વિશ્વાસ રાખો.’ આ બાદ નીતા અંબાણી દરેક ખેલાડીને વિશ્વાસ અપાવે છે કે તેઓ આ સિઝનમાં કંઈ ખાસ કરી શકે છે, કદાચ તેના જ પરિણામ સ્વરૂપ મુંબઈની ટીમે ફાઈનલ મેચમાં છેલ્લા બોલ સુધી હાર ન માની અને પરિણામ તેમનો 1 રનથી વિજય થયો.
સ્પીચ બાદ એકપણ મેચ ન હારી મુંબઈની ટીમ

તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ નીતા અંબાણીએ 28મી એપ્રિલે આપેલી આ સ્પીચ બાદ મુંબઈની ટીમે એક મેચ હારી નથી. સ્પીચ બાદની રમાયેલી ચારેય મેચોમાં મુંબઈને જીત મેળી હતી. મુંબઈની ટીમના ચેમ્પિયન બનવા પાછળ નીતા અંબાણીનો દ્રઢ આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વપૂર્ણ રહ્યો છે, તેમ કહી શકાય. જેના કારણે જ રસાકસી ભરેલી ફાઈનલ મેચમાં પણ ખેલાડીઓએ ધીરજથી કામ લીધું અને અંતે જીત મેળવી.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Hl9kvn
No comments:
Post a Comment