ફેન્ચ કિસ કરવામાં પણ જોખમ!

જ્યારે વાત સેક્સની આવે છે તો માત્ર મજા અને મસ્તી નહીં પરંતુ સેક્શુઅલી ટ્રાન્સમિટેડ રોગ ડિસીઝ STD અથવા સેક્સુઅલી ટ્રાંસમિટેડ ઈંફેક્શન STIનું જોખમ રહે છે. અમે તમને જણાવી દઈએ કે ગૉનોરિયા એક સેક્શુઅલી ટ્રાંસમિટેડ બીમારી છે જે દુનિયાભરના અનેક લોકોમાં કોમન છે. ગૉનોરિયા માત્ર જેનિટલ્સ દ્વારા ફેલાય છે પરંતુ નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ગળામાં ગોનોરિયા થવાનું જોખમ રહે છે જે માત્ર કિસ કરવાથી ફેલાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
બાયસેક્શુઅલ પુરુષોમાં ગોનોરિયાનું જોખમ

સેક્શુઅલી ટ્રાંસમિટેડ ઈન્ફેક્શન નામના જર્નલમાં પ્રકાશિત એક સ્ટડી મુજબ ડીપ કિસિંગ જેમાં ફ્રેન્ચ કિસિંગ અને કિસિંગ દરમિયાન જીભનો ઉપયોગ થયા છે જેના કારણે બાયસેક્શુઅલ પુરુષોના ગળામાં ગૉનોરિયા ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. ગૉનોરિયા રેક્ટમ ઉપરાંત ગળા અને આંખોમાં પણ થઈ શકે છે અને તેની સારવાર ખુબ જ મુશ્કેલ માનવામાં આવે છે. કેમ કે આ ઈન્ફેક્શન પર કોઈ પણ એન્ટિબાયોટિક્સ અસર કરતી નથી.
3100 પુરુષો પર કરાયું રિસર્ચ

પબ્લિક હેલ્થ કેમ્પેનર્સે લોકોને કોન્ડોમ યૂઝ કરીને ગૉનોરિયા થવાનું જોખમ ઓછું કરવા માટે કહેવામાં આવે છે. ફ્રેન્ચ કિસિંગ અથવા ડિપ કિસિંગ દ્વારા ગળામાં ગૉનોરિયાનું જોખમ રહે છે કે નહીં તેની તપાસ માટે ઓસ્ટ્રેલિયાના મેલર્બનમાં પબ્લિક હેલ્થ સર્વિસે 2016-17 વચ્ચે 3100 પુરુષોની તપાસ કરી અને તેમનો ડેટા એકઠો કર્યો. સ્ટડીમાં સામેલ પુરુષો અથવા તો ગે અથવા બાયસેક્શુઅલ હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JuABgm
No comments:
Post a Comment