મેટ ગાલા 2019

મેટ ગાલા 2019ની શરુઆત ન્યૂયોર્કમાં થઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં હોલિવુડથી લઈને બોલિવુડના કેટલાક સેલેબ્સે ભાગ લીધો. ફેશન અને ગ્લેમર માટે ફેમસ આ ઈવેન્ટમાં સ્ટાર્સે બોલ્ડ અંદાજમાં એન્ટ્રી કરી હતી. જેમાં બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનો લુક સામે આવ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ઈશા અંબાણી ઈવેન્ટમાં પહોંચી

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીનો લુક પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલી તસવીરોમાં તે એકદમ સુંદર લાગી રહી છે. તેનો લુક ઘણો સિમ્પલ છે. ઈશાએ પર્પલ રંગનું ગાઉન પહેર્યું હતું. આ પહેલીવાર છે જ્યારે ઈશાએ રેડ કાર્પેટ પર વોક કર્યું છે. જો કે ઈશાએ સિમ્પલ પણ સ્ટાઈલિશ આઉટફિટ પસંદ કર્યો હતો.
ઈશાનો લુક થયો વાયરલ

બિઝનેસ મેન મુકેશ અંબાણી લાડકી ઈશા અંબાણીએ મેટ ગાલા માટે ડિઝાઈનર Prabal Gurung પાસે ડ્રેસ ડિઝાઈન કરાવ્યો હતો. યૂઝર્સ પણ તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
ગયા વર્ષે આનંદ પીરામલ સાથે કર્યા લગ્ન

ઈશા અંબાણીએ આનંદ પીરામલની સાથે 12 ડિસેમ્બરે પ્રભુતામાં પગલા માંડ્યા હતા. તેના લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઈ હતી. આ દરમિયાન પૂરા અંબાણી પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી.
ઈશા અંબાણીને લોકો જોતા જ રહી ગયા

ઈશા અંબાણીની આ તસવીર જુઓ

from Page Array – I Am Gujarat http://bit.ly/2WsHxOI
No comments:
Post a Comment