Latest

Friday, May 24, 2019

શબાના આઝમીએ PM મોદીને આપી જીતની શુભેચ્છા, લોકોએ કહ્યું-‘ક્યારે જાવ છો પાકિસ્તાન?’

ભાજપની જીત થતાં શબાના આઝમીએ પાઠવી શુભેચ્છા

એક્ટ્રેસ શબાના આઝમી પોતાના વિચારોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વિચારધારાને કારણે તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. વીતેલા દિવસોમાં તેઓના વિચારો લેફ્ટ તરફી રહ્યા. બેગુસરાયના સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમારનો પ્રચાર પણ કર્યો હતો. જો કે, ગુરુવારે પરિણામ આવતાં જ નરેંદ્ર મોદી ફરીથી સત્તામાં આવતા શબાના આઝમીએ તેમને શુભકામનાઓ આપી. આ બાબતે ફરી એકવાર શબાના આઝમી ટ્રોલ થયા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટ્વિટ કરીને આપી શુભકામના

શબાના આઝમીએ ટ્વિટ કરીને મોદીને શુભકામના આપી. તેમણે જનતાએ આપેલા પ્રચંડ બહુમતના વખાણ કરીને ભાજપ અને NDAને શુભેચ્છા પાઠવી.

યૂઝર્સે કર્યા ટ્રોલ

ત્યારબાદથી જ શબાના ટ્રોલર્સના નિશાને આવી ગયા. શબાનાની સાથે તેમના પતિ જાવેદ અખ્તરને પણ ટ્રોલર્સે ન બક્ષ્યા. ટ્રોલર્સે તેમને પાકિસ્તાન જવાની સલાહ આપી દીધી.

પાકિસ્તાન જવાની આપી સલાહ

‘ટુકડે ટુકડે ગેંગને આઝાદી મળી?’

‘સરને પણ શુભેચ્છા આપજો’



from Page Array – I Am Gujarat http://bit.ly/2WftVtp

No comments:

Post a Comment

Pages