Latest

Monday, May 6, 2019

મુંબઈ: પેસેન્જરોને પરેશાન કરતા રિક્ષાવાળાઓને આ રીતે સીધા કરી રહી છે RTO

5000 રિક્ષાચાલકોને દંડ કરાયો

કમલ મિશ્રા, મુંબઈ: રિક્ષાવાળાઓની મનમાનીને કારણે ઘણીવાર પેસેન્જર્સને હેરાનગતી થઈ જતી હોય છે. અમદાવાદમાં તો રિક્ષાવાળાઓ પર જાણે આરટીઓ કે પોલીસનો કોઈ કંટ્રોલ જ નથી, પરંતુ મુંબઈમાં મનમાની કરનારા રિક્ષાચાલકોને આરટીઓ પાઠ ભણાવી રહી છે. છેલ્લા બે મહિનામાં જ 5000 રિક્ષાચાલકોને જુદાજુદા ગુનામાં દંડ ફટકારવામાં આવ્યો છે. 2600ના લાઈસન્સ જપ્ત થયાં છે, અને 700 લાઈસન્સને તો રદ્દ પણ કરી દેવાયાં છે.

હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો

700 લાઈસન્સ રદ્દ થયાં

ઘણીવાર ટૂંકા ડિસ્ટન્સ માટે રિક્ષાચાલકો આવવાનો ઈનકાર કરી દેતા હોય છે કે પછી તેના માટે વધારે ભાડું માગતા હોય છે. આવા 700 રિક્ષાચાલકોના મુંબઈ આરટીઓ દ્વારા લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. આરટીઓના અધિકારીઓ પોતે જ આવા રિક્ષાચાલકો પાસે પેસેન્જર બનીને જતા, અને જો તેઓ પેસેન્જર હેરાન થાય તેવી કોઈપણ કરતૂત કરતા તો તેમને સખ્ત સજા ફટકારતા.

રિક્ષાવાળાના વીડિયો પણ ઉતારી લેવાય છે

નિયત ભાડાં કરતાં વધુ પૈસા લેવા, ત્રણ કરતા વધુ પેસેન્જર્સ બેસાડવા અને લાઈસન્સ કે બેજ વિના રિક્ષા ચલાવનારાઓ પર પણ પોલીસે સખ્ત કાર્યવાહી શરુ કરી છે. ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર છન્નેએ મિરરને જણાવ્યું હતું કે, આરટીઓ દ્વારા આ ડ્રાઈવ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રાખવામાં આવશે. આરટીઓની કાર્યવાહીને કોઈ રિક્ષાચાલક કોર્ટમાં પડકારે તો તેના માટે પણ પૂરતી તૈયારી રાખવામાં આવી છે. જે પણ રિક્ષાચાલક સામે કોઈ ગુનામાં કાર્યવાહી કરાય તેનો વીડિયો પણ ઉતારી લેવામાં આવે છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2J3qKP0

No comments:

Post a Comment

Pages