ત્રીજું ગીત લૉન્ચ
આ વર્ષે ઈદના દિવસે રીલિઝ થનારી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું ત્રીજુ ગીત લૉન્ચ થઈ ચૂક્યું છે. આ ગીત સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યું હતું. ‘એથે આ’ ગીતની શરુઆતમાં સલમાન કહે છે કે, ઈન્ડિયા વર્લ્ડકપ જીત ચૂકા થા લેકિન દિલ હાર ચૂકા થા ભારત. આ ગીતમાં કેટરિના અને સલમાનને એક નવો લુક જોવા મળશે. આ ગીત રીલિઝ થતા સલમાને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, દેશી ગાના.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આવો છે સલમાનનો રોલ

આ પહેલા ફિલ્મના બે ગીત ‘સ્લો મોશન’ અને ‘ચાશની’ રીલિઝ થઈ ચૂક્યા છે. આ બંને ગીતને દમદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના રીલિઝની લોકો રાહ જોઈ રહ્યા છે. તા. 5 જૂનના રોજ આ ફિલ્મ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં સલમાન 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના વ્યક્તિનું પાત્ર અદા કરી રહ્યો છે. દિશા પટણી અને જેકી શ્રોફ સાથે સુનિલ ગ્રોવર પર આ ફિલ્મમાં જોવા મળશે.
સલમાને કર્યુ ટ્વિટ
Shaadi waala Desi gaana for this electronic zamana
#AitheyAaSong OUT NOW – https://t.co/MP223tZWsy@Bharat_TheFilm @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif @VishalDadlani @ShekharRavjiani @AkasaSing @neetimohan18 @imKamaalKhan @Irshad_Kamil @VMVMVMVMVM
— Salman Khan (@BeingSalmanKhan) May 9, 2019
આ ફિલ્મ પહેલા પ્રિયંકા ચોપરાને ઓફર કરવામાં આવી હતી. પણ તેણે ના પાડી દેતા આ ફિલ્મ કેટરિના કૈફને મળી હતી. આ નવા ગીતની કોર્યોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. ગીતમાં કેટરીનાએ ગુલાબી રંગની સાડી પહેરી છે. જેમાં તે એકદમ હોટ લાગી રહી છે. આ ગીતના શબ્દો ઈર્શાદ કામિલે લખ્યા છે. જ્યારે મ્યુઝિક વિશાલ એન્ડ શેખરે આપ્યું છે. સ્લો મોશનમાં સર્કસ જોવા મળ્યું હતું. આ ગીતમાં એક લગ્ન પ્રસંગ જોવા મળી રહ્યો છે. આ ગીતનો વીડિયો સલમાને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યો હતો.
કલમ ખાન અને નીતિ મોહનનો અવાજ

આ ગીતમાં ગાયક કમલ ખાન અને નીતિ મોહન તથા અક્સાસિંહનો અવાજ સાંભળવા મળશે. કમલ ખાને ફિલ્મ ‘દબંગ’ માટે પણ ગીત ગાયા છે. આ પહેલા સલમાનના હીટ ગીત ‘ઓ ઓ જાને જાના’ ગીતમાં પણ કમલ ખાને કંઠ આપ્યો છે. આ ગીતમાં કેટરીનાના બેસ્ટ ડાન્સ મુવ્ઝ જોવા મળશે. સાથે સલમાન ખાનની મસ્તી જોવાની પણ મજા આવશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2JvQfrG

No comments:
Post a Comment