Latest

Wednesday, May 1, 2019

મૉલમાં ટૂંકા કપડા પહેરી આવેલી ગર્લ્સને ખખડાવતી આન્ટીનો Video વાયરલ

શોર્ટ ડ્રેસ સામે આંટીને વાંધોઃ

મૉલમાં ટૂંકા કપડા પહેરી આવેલી ગર્લ્સને ખખડાવતી આંટીનો Video વાયરલ અત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો ખાસ્સો વાયરલ થયો છે જેમાં મધ્યમ વયની એક મહિલાએ ગુરુગ્રામની એક રેસ્ટોરાંમાં સાત પુરુષોને ‘અયોગ્ય કપડા’ પહેરતી છોકરીઓ પર રેપ કરવા જણાવ્યું હતું. આંટીના વલણથી છોકરીઓ ગભરાઈ ગઈ હતી પરંતુ તેમના સાથીઓએ હિંમત આવતા તેમણે આ મહિલાની કરતૂત રેકોર્ડ કરી દીધી હતી.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

વિડીયો ફેસબુક પર શેર કર્યોઃ

આંટીની આકરી ટિપ્પણીનો ભોગ બનેલો શિવાની ગુપ્તા નામની છોકરીએ મહિલાનો વિડીયો ફેસબુક પર શેર કરી દીધો હતો. શિવાનીએ લખ્યું, “તેણે સાત પુરુષોને અમારા પર રેપ કરવા કહ્યું કારણ કે તેને લાગતું હતું કે અમે ટૂંકા કપડા પહેર્યા હતા અને અમને તેના અભિપ્રાયની બિલકુલ જરૂર નથી.” આ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો હતો. ફેસબુક પર તેને 11k શેર્સ મળ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ પર 32K વ્યુઝ મળ્યા હતા પરંતુ ઈન્સ્ટાગ્રામે આ વિડીયો ડીલીટ કરી નાંખ્યો હતો.

માફી માંગવાને બદલે કહ્યું આવુંઃ

છોકરીઓની માફી માંગવાના બદલે આ મહિલાએ બોલવાનું ચાલુ રાખ્યું હતું અને હોમ સેન્ટરમાં તેનો પીછો કરવા બદલ પોલીસને ફોન કરવાની પણ ધમકી આપી હતી. જો કે આ યુવાન છોકરીઓએ સમગ્ર ઘટના રેકોર્ડ કરી દીધી હતી અને મહિલાને ઊઘાડી પાડી દીધી હતી. આ જોઈને મહિલાએ કહ્યું, “તમે રેકોર્ડિંગ કરી રહ્યા છો? આ છોકરીઓ ટૂંકામાં ટૂંકા ડ્રેસ પહેરે છે જેથી બધા તેમને જોયા કરે. આવી છોકરીઓને ક્યાં તો નગ્ન કરવી જોઈએ અથવા તો તેમનો રેપ થઈ જવો જોઈએ.”

આટલું ઓછું હોય એમ…

શોપિંગ સેન્ટરમાં અન્ય એક મહિલા છોકરીઓની મદદે આવી હતી પરંતુ આન્ટીએ માફી માંગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. તેણે સતત સ્ટોર મેનેજરને પોલીસને કૉલ કરવા જણાવ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, “નાના બાળકો કે મોટી વયની મહિલાઓ પર પણ તેમના કપડા જોઈને રેપ કરવો જોઈએ?” જવાબમાં આન્ટીએ કહ્યું કે નાના બાળકો કે મોટી મહિલાઓ પર રેપ કરનારા માનસિક વિકૃત હશે. આ મહિલાએ સોશિયલ મીડિયા પર પોલ પણ બનાવ્યો હતો કે તમે ગર્લ્સ ટૂંકા ડ્રેસ પહેરે તેને સમર્થન આપો છો કે નહિ? સોશિયલ મીડિયા પર લોકોએ આ સ્ત્રીની ઝાટકણી કાઢી હતી અને તેની દકિયાનુસી માનસિકતા માટે તેની ટીકા કરી હતી. એ ખરેખર ખેદજનક વાત છે કે 21મી સદીમાં એક મહિલા બીજી મહિલાને જાહેરમાં તેના કપડા અંગે ગમે તેમ બોલી રહી છે.

જુઓ Video:

Hey guys. Today my friends and I were harassed by a woman at a restaurant for me wearing a short dress. This middle aged woman you’ll see in the video addressed seven men at the restaurant to rape us because she felt we deserved it for wearing short clothes and bashing her unsolicited opinion. For speaking up against her primitive mindset. Our instinct was turn away from the drama but supported by our colleagues, we took her on at a shopping centre, nearby. We gave her the chance to apologise, to no avail, of course. Nothing moved the needle for her, not even another woman who learned the story on the spot and implored the ghastly woman to apologise. See for yourself. And share.

Shivani Gupta द्वारा इस दिन पोस्ट की गई मंगलवार, 30 अप्रैल 2019



from Page Array – I Am Gujarat http://bit.ly/2XUl4u8

No comments:

Post a Comment

Pages