Latest

Sunday, June 30, 2019

INDvENG: આજનું મેદાન છે લકી, આવો હશે ભારતની જીતનો પ્લાન

શશાંક શેખર, બર્મિંઘમઃ આજે ભારત અને ઈંગ્લેન્ડની મહત્વની મેચ થવાની છે, ઈંગ્લેન્ડે વર્લ્ડકપમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરુરી છે, અને આ મેચ પર પાકિસ્તાન અને બાંગ્લાદેશની પણ નજર રહેશે કારણ કે, પોઈન્ટ ટેબલ પ્રમાણે આ બન્ને ટીમો માટે ઈંગ્લેન્ડ હારે તે જરુરી છે. આ સાથે વર્લ્ડકપમાં અજય રહેલી ટીમ ઈન્ડિયા પોતાનો સિલસિલો યથાવત રાખવા માટે બનતા પ્રયાસ કરશે. મહત્વનું છે કે, ટુર્નામેન્ટની શરૂઆતથી જ બંને ટીમો વિશ્વ કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાય છે. પણ આજે રમાનાર મુકાબલા પહેલાં બંનેની સ્થિતિ ખાસ્સી અલગ છે. ભારતની હજુ ત્રણ મેચ બાકી છે. અને તેને એક પોઈન્ટની જ જરૂર છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

7 લીગ મેચોમાંથી ઈંગ્લેન્ડને 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે હજુ સુધી કોઈ વિશ્વ કપ જીત્યો નથી. અને જો તે ટુર્નામેન્ટમાંથી બહાર થશે તો, આ તેના માટે મોટો ઝટકો હશે. શનિવારે પાકિસ્તાનની જીતને કારણે તેના પર દબાણ વધી ગયું છે. પાકિસ્તાન અત્યારે 9 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. ઈંગ્લેન્ડથી પાકિસ્તાનનો એક પોઈન્ટ વધારે છે. જો કે ઈંગ્લેન્ડ માટે ભારત સામેનો પડકાર મુશ્કેલીભર્યો હશે.

ટીમ ઈન્ડિયા માટે લકી છે એઝબેસ્ટન ગ્રાઉન્ડ

એઝબેસ્ટનનું ગ્રાઉન્ડ ઈન્ડિયા માટે લકી માનવામાં આવે છે. અહીં રમાયેલ 10 મેચોમાં ભારતે 7 મેચોમાં જીત હાંસલ કરી છે. તો આજે જોવાનું રહેશે કે, યજમાન ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતનું નસીબ કેટલું કામ કરે છે.

જીતની ટોપ થ્રી ફોર્મ્યુલા

વિશ્વ કપમાં હજુ સુધી ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ તમામ ટીમોની સરેરાશ કાઢીએ તો, તેઓએ સૌથી વધુ રન બનાવ્યા છે. ટોપ 3 બેટ્સમેનોએ ટીમના કુલ રનોના 64 ટકા રન બનાવ્યા છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. જો આજે ટોપ ઓર્ડર ફરીથી પોતાનો જાદૂ ચલાવે છે તો, ભારત સરળતાથી ઈંગ્લેન્ડ સામેની મેચ જીતી શકે છે.

8મી વખત સેમિફાઈનલમાં પહોંચી શકે છે ભારત

જો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચશે, તો આ 8મી વખત હશે જ્યારે વર્લ્ડ કપમાં તે સેમિફાઈનલ સુધી પહોંચી હોય. આ પહેલાં 1975, 1983, 1987, 1992, 1999, 2003 અને 2011 ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ સુધી પહોંચી હતી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2XmqD96

No comments:

Post a Comment

Pages