Latest

Monday, September 30, 2019

સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ બજારમાં ₹7,714 કરોડ ઠાલવ્યા

71368444

નવી દિલ્હી: બે મહિના સુધી ચોખ્ખો વેચવાલ રહ્યા બાદ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં ભારતીય મૂડીબજારમાં ₹7,714 કરોડ ઠાલવ્યા છે. સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા સહિત બિઝનેસ જગત માટે અનેક રાહતો જાહેર કરતાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે, જેને કારણે વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે.

ડિપોઝિટરના તાજેતરના આંકડા અનુસાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો(FPI)એ 3થી 27 સપ્ટેમ્બર દરમિયાન ઇક્વિટી માર્કેટમાં ₹7,849.89 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડેટ માર્કેટમાં સાધારણ ₹135.59 કરોડની નેટ વેચવાલી કરી હતી.

આમ, તેમણે ડેટ અને ઇક્વિટી મળીને કુલ ₹7,714.30 કરોડની નેટ ખરીદી કરી હતી. અગાઉ ઓગસ્ટમાં તેમણે ₹5,920.02 કરોડની અને જુલાઈમાં ₹2,985.88 કરોડની નેટ વેચવાલી કરી હતી. કેન્દ્રએ કોર્પોરેટ ટેક્સમાં કંપનીઓને લગભગ 10 ટકા જેવી રાહત કરી આપી છે જેને કારણે તેમનો નફો વધે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેપિટલ ગેઇન્સ ટેક્સ પર વધારાનો સરચાર્જ દૂર કરી દેવાયો છે, જે ઇક્વિટી અને ડેટમાં વિદેશી રોકાણ સામે સૌથી મોટી અડચણ માનવામાં આવતી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2maJYbH

No comments:

Post a Comment

Pages